આ મામલે પણ ગુજરાતે અન્ય રાજ્યોને ટક્કર આપી, સૌથી પહેલા લાગુ કરી આ યોજના
One Nation One Challan : કેન્દ્ર સરકારે ટ્રાફિક પોલીસ અને આરટીઓને એક જ પ્લેટફોર્મ પર લાવીને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને પકડવાનો કારસો રચ્યો છે. હવે તેઓ મેમોથી નહિ બચી શકે. કારણ કે, બને વિભાગોની વચ્ચે વાહન અને તેના માલિક સાથે જોડાયેલી તમામ માહિતીનું આપલે થતું રહેશે
One Nation One Challan : કેન્દ્ર સરકારના એક દેશ એક ચલાન વિચારને સૌથી પહેલા ગુજરાત સરકારે અમલમાં મૂક્યો છે. ગુજરાતથી આ યોજનાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ એ યોજના છે જેમાં ટ્રાફિક પોલીસ અને આરટીઓ એક પ્લેટફોર્મ પર આવશે. જેને સરળ ભાષામાં સમજાવીએ તો, જો કોઈ બીજા રાજ્યું વાહન લઈને ગુજરાતમાં પ્રવેશે છે અને તે કોઈપણ પ્રકારના ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરે છે તો તે સીધું જ તેના મોબાઈલ પર ટ્રાફિક મેમો આવશે. ગુજરાત સરકારે તેના માટે વરચ્યુઅલ કોર્ટ બનાવવાની શરૂઆત કરાઈ છે. ગુજરાત બાદ અન્ય રાજ્યોમાં પણ આ નિયમનું કડકાઈથી પાલન કરાશે.
ગુજરાત સરકારે તેનો ખુલાસો હાઈકોર્ટમાં કર્યો છે કે, જે એક જનહિત અરજીની સુનાવણી કરી રહ્યું હતું. તેમા માંગ કરવામા આવી કે, રાજ્યમાં વરચ્યુઅલ ટ્રાફિક કોર્ટ બનાવવાની સખત જરૂર છે. તેના જવાબમાં રાજ્ય સરકારે કોર્ટમાં જણાવ્યું કે, One Nation One Challan ની પહેલ અંતર્ગત તેને અંજામ આવવાની શરૂઆત કરી દેવાઈ છે. કેન્દ્ર સરકારે ટ્રાફિક પોલીસ અને આરટીઓને એક જ પ્લેટફોર્મ પર લાવીને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને પકડવાનો કારસો રચ્યો છે. હવે તેઓ મેમોથી નહિ બચી શકે. કારણ કે, બને વિભાગોની વચ્ચે વાહન અને તેના માલિક સાથે જોડાયેલી તમામ માહિતીનું આપલે થતું રહેશે.
કેન્દ્ર સરકારની એક એવી વ્યવસ્થા બનાવી રહ્યું છે કે, પોતાનું વાહન લઈને પોતાના રાજ્યથી બીજે ક્યાંય બહાર જાઓ છો તો લોકો ટ્રાફિક નિયમોનું પાલન કરતા નથી. કારણ કે તેમને તે નિયમો લાગુ પડતા નથી. પરંતુ જો હવે નિયમ તોડ્યો તો CCTV network માં પકડાઈ જશો. આ સાથે જ વાહન (VAHAN) એપ્લિકેશન દ્વારા માલૂમ પડી જશે કે આ રજિસ્ટ્રેશન નંબરના વાહનના માલિક કોણ છે. સાથે જ SARATHI એપ પણ જણાવશે કે તે વાહનનું લાયસન્સ કોના નામ પર જાહેર કરાયેલું છે. તેના બાદ દંડની રકમના આધાર પર ઈ-મેમો બનશે. જે નિયમોને તોડનાર વાહન ચાલકના મોબાઈલ પર પહોંચી જશે.
200 વર્ષોથી ગુજરાતના આ ગામે હોળી જોઈ નથી, જ્યારે જ્યારે હોળી પ્રગટાવી ત્યારે ત્યારે
હાલ ગુજરાતના ત્રણ શહેરોમાં અમદાવાદ, રાજકોટ અને સુરતમાં 16 જાન્યુઆરીથી આ નિયમોને લાગુ કરી દેવામાં આવ્યા છે. જલ્દી જ વડોદરામાં પણ તેની શરૂઆત થવાની છે. પરંતુ સવાલ એ છેકે, આ નવી સિસ્ટમથી બીજા રાજ્યોમાં જઈને નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન માલિકોને કેવી રીતે પકડવામા આવશે. National Informatics Centre (NIC) ના સર્વરના સહયોગથી ટ્રાફિક પોલીસ અને તમામ રાજ્યોના આરટીઓનો ડેટા એક જ જગ્યાએ ઉપલબ્ધ થશે. સમજો કે, કોઈ વાહન છત્તીસગઢથી અમદાવાદમાં આવીને કોઈ નિયમનું ઉલ્લંઘન કરે છે તો તે સીસીટીવી માં કે થઈ જાય છે, તો તે વાહનના માલિક વિશે તમામ માહિતી એક ક્લિક પર ઉપલબ્ધ થઈ જશે.
અત્યાર સુધી તો મોબાઈલ ફોન પર એસએમએસના માધ્યમથી ઈ-ચલાન મોકલવામાં આવતો હતો, પરંતુ હવે NIC તેના માટે અલગથી એપ લોન્ચ કરી રહ્યું છે. જો કોઈ વાહન માલિક 90 દિવસની અંદર ચલાનની રકમનું વળતર નથી કરતું, તો તે ચલાન ખુદ વરચ્યુઅલ કોર્ટમાં ટ્રાન્સફર થઈ જશે. તેના અનુસાર, આગળની કાર્યવાહી થશે. દોષિત વાહન માલિકના મોબાઈલ પર સમન મોકલવામાં આવશે. તેના બાદ તો પણ દંડની રકમ ભરાતી નથી, તો કોર્ટ તેની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરી શકે છે.
કુદરત રૂઠે ત્યાં કોને કહેવું : ગોંડલના ખેડૂતોના રવિ પાક પર માવઠાનું પાણી ફરી વળ્યુ