અર્પણ કાયદાવાલા, અમદાવાદ: અમદાવાદીઓ...હવે ડબલડેકર બસમાં મુસાફરી કરવા માટે તૈયાર થઈ જાઓ. બહુ જલદી અમદાવાદના રસ્તાઓ પર એસી ડબલડેકર બસ દોડતી થઈ જશે. જે રીતે ગિફ્ટ સિટીમાં શરૂ કરાયેલી છે બરાબર તેવી જ બસ AMTS માટે પણ શરૂ થઈ રહી છે. આવી જ પહેલવહેલી ડબલડેકર બસ અમદાવાદમાં પહોંચી પણ ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રથમ બસ અમદાવાદ પહોંચી
અમદાવાદના રસ્તાઓ  પર AC ડબલડેકર ઇલેક્ટ્રિક બસ દોડશે. RTOની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અમદાવાદના રસ્તાઓ પર આ રૂપકડી બસો દોડતી થઈ જશે. સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ પ્રથમ રૂટ તરીકે વાસણાથી આશ્રમ રોડ થઇ RTO સુધી આ બસ દોડશે. 


તાજેતરમાં જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે ડબલ ડેકર એસી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ડબલ ડેકર બસની અંદર મુસાફરો માટે અત્યાધુનિક સુવિધાઓ પણ રહેશે. નોંધનીય છે કે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) એ વર્ષ 1990માં ડબલ ડેકર બસ સેવા બંધ કરી હતી અને હવે લગભગ 33 વર્ષ બાદ અમદાવાદમાં આ સેવા શરૂ થવા જઈ રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube