GUJCET 2024: ગુજકેટની પરીક્ષાને લઈ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ધોરણ 12 પછી લેવાતી ગુજકેટની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ છે. જી હા...ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અગાઉ 16 જાન્યુઆરી સુધી નિયત કરવામાં આવી હતી. પરંતુ હવે 22 જાન્યુઆરી સુધી ભરી શકાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાવઝોડું-વરસાદ છોડો, ગુજરાતમાં આ તારીખથી ઠંડી ભૂક્કા બોલાવશે! અંબાલાલની ઘાતક આગાહી


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ડિગ્રી એન્જિનિયરીંગ, ડિગ્રી, ડિપ્લોમાં ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માગતા A, B અને AB ગ્રૂપના HSC વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ-2024ની પરીક્ષાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 16 જાન્યુઆરી 2024 જ હતી, પરંતુ હવે તે તારીખ લંબાવવામાં આવી છે એટલે કે, હવે 22મી જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે. 


ગુજરાતની અગ્રેસર રહેવાની પરંપરામાં વધુ એક ગૌરવસિદ્ધિ; ફરી સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ડંકો


ઉલ્લેખનીય છે કે ગુજકેટ 2024ની પરીક્ષાનું આવેદનપત્ર બોર્ડની વેબસાઈટ www.gseb.org તથા gujcet.gseb.org પર તારીખ 22 જાન્યુઆરી સુધીમાં ઓનલાઈન ભરી શકાશે. અત્રે ફીની વાત કરીએ તો આ પરીક્ષા માટે ફી. રૂપિયા 350 એસબીઆઈ પે સિસ્ટમ મારફતે અથવા તો એસબીઆઈ બ્રાન્ચ પેમેન્ટ ઓપ્શન દ્વારા દેશની કોઈ પમ એસબીઆઈ બ્રાન્ચની ભરી શકાશે. 


રામ મંદિરમાં કેમ થઈ રહી છે પ્રાયશ્ચિત પૂજા? જાણો પ્રાણ પ્રતિષ્ઠા માટે કેમ છે જરૂરી