• ધોરણ 10 અને 12ના રિપીટર, ખાનગી અને પૃથ્થક વિદ્યાર્થીઓની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો

  • ડીગ્રી એન્જિનિયરિંગ, ડીગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર


હિતલ પારેખ/ગાંધીનગર :ગુજકેટની પરીક્ષાઓ લેવા માટે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તૈયારીઓ આરંભી દેવાઈ છે. 23 જુનથી ગુજકેટ (GUJCET 2021) ની પરીક્ષાઓ માટે ફોર્મ ભરાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ડીગ્રી એન્જિનિયરિંગ, ડીગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા A,B અને AB ગ્રુપના HSC વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો માટે ગુજકેટ 2021ની પરીક્ષાની માહિતી પુસ્તિકા અને ઓનલાઈન ફોર્મ ભરવાની સૂચનાઓ www.gseb.org પર મૂકવામાં આવી છે.


ગુજકેટ 2021 ની પરીક્ષાનુ આવેદનપત્ર બોર્ડની વેબસાઈટ www.gseb.org તથા gujcet.gseb.org પરથી 23 જુનથી બપોરે 12.30 કલાકથી 30 જુન દરમિયાન ઓનલાઈન ભરી શકાશે. ગુજકેટની પરીક્ષા ફી પણ ઓનલાઈન ભરી શકાશે. 


આ પણ વાંચો : સૌરાષ્ટ્રના આકાશમાં ચમકતી લાઈટ અને ભેદી ધડાકાનું રહસ્ય વૈજ્ઞાનિકોએ ખુલ્લુ પાડ્યું
 
રિપીટર વિદ્યાર્થીઓનો પરીક્ષા કાર્યક્રમ જાહેર 
ધોરણ 10 અને 12ના રિપીટર, ખાનગી અને પૃથ્થક વિદ્યાર્થીઓની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો છે. ધોરણ 10 અને 12ના રીપીટર, ખાનગી અને પૃથ્થક ઉમેદવારોની પરીક્ષા જુલાઈમાં યોજાશે. 15 જુલાઈથી 28 જુલાઈ દરમિયાન પરીક્ષા યોજાશે. પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ બોર્ડ દ્વારા જાહેર કરાયો છે. વિદ્યાર્થીઓ WWW.GSEB.ORG પર પરીક્ષાનો સંપૂર્ણ કાર્યક્રમ જોઈ શકશે.