વિદ્યાર્થીઓ ચડાવો બાણ હવે તો યુદ્ધ એજ કલ્યાણ: GUJCET પરીક્ષાની તારીખ જાહેર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ડીગ્રી એન્જીનીયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે અતિ મહત્વની ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ એટલે કે GUJCET ની પરીક્ષાની તારીખો જાહેર કરી દીધી હતી. સમગ્ર રાજ્યમાં 18 મી એપ્રિલથી ગુજકેટની પરીક્ષાનો પ્રારંભ થશે. આ પરીક્ષામાં ગ્રુપ A,B તથા AB ગ્રુપના વિદ્યાર્થીઓ પરીક્ષા આફવા માટે બેસી શકશે. 18 એપ્રીલ 2022 ને સોમવારથી આ પરીક્ષાનો પ્રારંભ થશે.
અતુલ તિવારી/અમદાવાદ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ડીગ્રી એન્જીનીયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે અતિ મહત્વની ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ એટલે કે GUJCET ની પરીક્ષાની તારીખો જાહેર કરી દીધી હતી. સમગ્ર રાજ્યમાં 18 મી એપ્રિલથી ગુજકેટની પરીક્ષાનો પ્રારંભ થશે. આ પરીક્ષામાં ગ્રુપ A,B તથા AB ગ્રુપના વિદ્યાર્થીઓ પરીક્ષા આફવા માટે બેસી શકશે. 18 એપ્રીલ 2022 ને સોમવારથી આ પરીક્ષાનો પ્રારંભ થશે.
હે ભગવાન ભરઉનાળે વરસાદ! 80-90 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન, વાવાઝોડાના એલર્ટથી તંત્ર દોડતું થયું
પરીક્ષા સુચારુ રીતે આયોજીત થઇ શકે તે માટે સંબંધિત તંત્રને પણ બોર્ડ દ્વારા જાણ કરવામાં આવી છે. ચોરી સહિતની ઘટનાઓને અટકાવવા માટે પોલીસથી માંડીને જિલ્લા અને તાલુકા તંત્રને સુચનાઓ આપવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, રાજ્યનાં 1 લાખ કરતા પણ વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે બેસશે. આ પરીક્ષા વિદ્યાર્થીઓની સપનાની પરીક્ષા ગણાય છે. આ પરીક્ષામાં મેળવેલા ગુણના આધારે જ એન્જિનિયરિંગ અને ફાર્મસી સહિતની શાખા ઉપરાંત મનપસંદ કોલેજમાં એડમિશન મળે છે.
સરકાર દ્વારા જુન 2019ના પરિપત્ર અનુસાર વિજ્ઞાન પ્રવાહના ભૌતિક વિજ્ઞાન, રસાયણ શાસ્ત્ર, જીવ વિજ્ઞાન અને ગણિતના વિષયોને સંમેલીત કરીને આ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. આમાં NCERT ના અભ્યાસક્રમ આધારિત પરીક્ષા હોય છે. આ પરીક્ષા વૈકલ્પિક પ્રશ્નો આધારિત હોય છે. ભૌતિક અને રસાયણ વિજ્ઞાનના 120 મિનિટમાં એક એક માર્કના એવા 40 - 40 પ્રશ્નો પૂછવામાં આવે છે. ગણિત અને જીવવિજ્ઞાનની પરીક્ષા અલગ અલગ 60 - 60 મિનિટની લેવામાં આવે છે, 40 - 40 માર્કની પરીક્ષા યોજાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube