ચેતન પટેલ/સુરત: સુરતના એક ક્રિકેટ પ્રેમી દ્વારા દુનિયાનો નાનામાં નાનો વલ્ડ કપ પેન્સિલની અણી પર બનાવવામા આવ્યો છે. આ સાથે તેમને બેટ, બોલ, સ્ટમ્પ અને માઇક પણ પેન્સિલની અણી પર આંકવામા આવ્યા હતા. જેમને બનાવવામા અંદાજિત ત્રણ કલાક જેટલો સમય લાગ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલ સમગ્ર દેશ સહિત દુનિયામા વલ્ડ કપ ફીવર ચાલી રહ્યો છે. ત્યારે સુરતના એક ક્રિકેટ પ્રેમી યુવાને ભારતીય ખેલાડીનો જુસ્સો વધારવા માટે અનોખો પ્રયાસ હાથ ધર્યો હતો. મીની આર્ટીસ્ટ તરીકે જાણીતા પવન શર્માએ પેન્સિલની અણી પર જ વલ્ડકપ, બોલ, સ્ટમ્પ અને માઇલની કૃતિ બનાવવામા આવી છે. આ કૃતિની ખાસીયત એ છે કે, દુનિયાનો નાનામાં નાનો વલ્ડ કપ તેમના દ્વારા તૈયાર કરવામા આવ્યો છે જેની ઉંચાઇ 0.7 એમએમ છે. જ્યારે બીજા વલ્ડકપની ઉંચાઇ બે એમએમ છે.


સાંસદ બનેલા BJPના ચાર ધારસભ્યોનું રાજીનામું, જાણો કોણ હશે પેટાચૂંટણીના ઉમેદવાર?


શરુઆતના સમયે પેન્સિલની અણી પર વલ્ડકપ આંકવાનું ખુબ જ મુશ્કેલ થઇ પડયુ હતુ. બે વાર અધડો વલ્ડકપ બન્યા બાદ પેન્સિલની અણી તુટી ગઇ હતી. બાદમા ફરી નવા સાહસ સાથે પેન્સિલ પર દુનિયાનો નાનો વલ્ડ કપ બનાવવામા આવ્યો હતો. જેને તૈયાર કરવામા અંદાજિત 3 કલાક જેટલો સમય લાગ્યો હતો. તેમની એક એવી ઇચ્છા છે કે, ભારત બે વલ્ડ કપ તો જીતી લાવી છે. પરંતુ જો ત્રીજો વલ્ડ કપ તેઓ જીતી લાવશે તો દુનિયાનો આ નાનામાં નાનો વલ્ડ કપ ભારતીય ટીમને સમર્પિત કરવામા આવશે.


ગરમીનું રોદ્ર સ્વરૂપ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર



આ અગાઉ પવન શર્માએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કૃતિ પણ પેન્સિલ પર બનાવી હતી. ત્યારે હવે વલ્ડકપની કૃતિને લઇને તેઓ ગીનીશબુક તથા લીમ્કાબુક ઓફ વલ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવશે.