ઝી બ્યૂરો/અમદાવાદ: ગુજકેટ પરીક્ષાની હોલ ટિકિટ ઓનલાઈન જાહેર કરી દેવાામાં આવી છે. બોર્ડની વેબસાઈટ પરથી પરીક્ષાર્થીઓએ હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની રહેશે. પરીક્ષાર્થીઓએ www.gseb.org પરથી હોલ ટિકિટ ડાઉનલોડ થશે. 3 એપ્રિલે રાજ્યભરમાં ગુજકેટની પરીક્ષા લેવાશે. ડીગ્રી એન્જીનીયરીંગ, ડીગ્રી અથવા ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ માટે ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

H1 વિઝાની મુદત પૂરી થયા પછી પણ તમારે USA નહીં છોડવું પડે, આ રીતે મળશે 'ગ્રીન કાર્ડ'


ગુજકેટ 3 એપ્રિલના રોજ લેવાશે
ડિગ્રી એન્જનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટે ગત વર્ષ 2017થી ગુજકેટ ફરજીયાત કરવામાં આવી છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટ 3 એપ્રિલના રોજ લેવાશે. રાજ્યભરમાંથી વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ A, B અને ગ્રુપ ABના અંદાજે 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ડિગ્રી એન્જનિયરિંગ અને ફાર્મસીના એડમિશન માટે લેવાતી પરીક્ષાના પ્રશ્નપત્રો ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં આપવામાં આવશે. 


તલાટી લેખિત પરીક્ષાની સંભવિત તારીખ જાહેર, હસમુખ પટેલે ટ્વીટ કરી આપી જાણકારી


આવી રીતે ડાઉનલોડ કરો હોલ ટિકિટ
ગુજકેટ-2023 માટેની એડમિશન કાર્ડ ફક્ત ઓનલાઈન માધ્યમથી જ મળશે, જે પરીક્ષાખંડમાં પ્રવેશ માટે માન્ય રહેશે. આ હોલ ટિકિટ પર શાળાના આચાર્યના સહીસિક્કા કરાવવાની જરુર નથી. ગુજકેટની પરીક્ષામાં ઉપસ્થિત રહેનારા ઉમેદવારોએ પોતાનું એડમિશન કાર્ડ બોર્ડની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી લેવું. જેમાં ઉમેદવારોએ ગુજકેટ માટે ભરેલ આવેદનપત્રમાં મોબાઈલનંબર કે ઈમેઈલ આડી અને જન્મ તારીખ કે એપ્લીકેશન નંબર દાખલ કરી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે. ઉમેદવારો પોતાના નામ પરથી પણ હોલ ટિકિટ સર્ચ કરી જન્મ તારીખની વિગત ભરીને પણ ડાઉનલોડ કરી શકશે.


મહેસાણામાં આ વ્યક્તિ કરે છે માની કઠોર સાધના, 5 ફૂટના ખાડામાં 8 દિવસ અન્નજળનો ત્યાગ


મહત્વનું છે કે, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના અંદાજે એક લાખથી વધુ વિધાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપતા હોય છે. જે 3 એપ્રિલના રોજ રાજ્યભરમાં સવારે 10થી સાંજના 4 વાગે સુધી પરીક્ષા જિલ્લા કક્ષાના કેન્દ્રઓ ખાતે યોજાશે.