ગાંધીનગરઃ ભારે વરસાદને કારણે પૂર ગ્રસ્ત કેરળના લોકોની મદદ કરવા માટે ગુજરાત સરકાર આગળ આવી છે. મુખ્યમંત્રી રાહત નિધિ ફંડમાંથી કેરળના પૂર પીડિતોને 10 કરોડ રૂપિયાની સહાય કરવાની જાહેરાત મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરી છે. મહત્વનું છે કે, કેરલમાં પૂરને કારણે અત્યાર સુધી 324 લોકોના મોત થયા છે. લાખો લોકો બેઘર બની ગયા છે અને કરોડો રૂપિયાની સંપત્તિને નુકસાન પહોંચ્યું છે. ત્યારે દેશભરમાંથી લોકો કેરળને મદદ કરી રહ્યાં છે. કેરળના 14માંથી 13 જિલ્લા પૂરની ઝપેટમાં ાવી ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીએમે યોજી સમીક્ષા બેઠખ
ગુજરાતમાં આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેને કારણે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્યમાં વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિની ચર્ચા કરવામાં આવી હતી. વરસાદની આગાહીને લઈને બેઠક યોજવામાં આવી છે.


અન્ય સીએમે પણ કેરળમાં કરી મદદ
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહ, આંધ્ર પ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડૂએ પણ કેરળના પૂર પીડિતોને 10-10 કરોડ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.