અમદાવાદ : ગુજરાતમાં કોરોના મહામારીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોના વાયરસનો ખતરો સતત વધી રહ્યો છે. કોરોના સંક્રમિતોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. આ મહામારીમાં લોકોને ઘરમાં રહેવા અપીલ કરવામાં આવી રહી છે. આ સંજોગોમાં અમદાવાદ શહેરના ગુલબાઇ ટેકરા વિસ્તારમાંથી 6 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાતા તંત્ર દ્વારા આ વિસ્તારને ક્લસ્ટર કોરેન્ટાઇન કરાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શહેરના ગુલબાઇ ટેકરા વિસ્તારમાંથી 72 લોકોને ક્વોરન્ટાઇન કરાયાં છે અને તેમને  વિશ્વકર્મા કોલેજમાં રાખવામાં આવ્યા છે. આ સંજોગોમાં ગુલબાઈ ટેકરા સ્લમ એરિયાની દસ હજારની વસ્તીનો ટેસ્ટ કરાશે અને તમામ લોકોની ખાવાપીવાની વ્યવસ્થા પણ કરાઈ છે. ગુજરાતમાં કોરોના (corona virus) ને લઈને સ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે. કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, સાથે જ નવા વિસ્તારોમાં પણ કોરોનાનુ સંક્રમણ વધી રહ્યું છે. લેટેસ્ટ આંકડા મુજબ, આજે ગુજરાતમાં એકસાથે કુલ 105 નવા કેસ આવ્યા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસોનો આંકડો 871 પર પહોંચી ગયો છે. નવા કેસોમાં અમદાવાદ બાદ સુરતનો આંકડો મોટો છે. અમદાવાદમાં 42 નવા કેસ તો સુરતમાં એકસાથે 35 નવા કેસ ઉમેરાયા છે. 


અત્યારસુધી શહેરના સમગ્ર કોટ વિસ્તાર ઉપરાંત, નિકોલ, નરોડા કુબેરનગર, બાપુનગર, ઓઢવ, જશોદાનગર, વટવા, ઘોડાસર, મણીનગર, ગોમતીપુર, સરસપુર, શાહીબાગ, દુધેશ્વર, બહેરામપુરા અને શાહઆલમ જેવા નદીની પૂર્વ તરફ આવેલા વિસ્તારોમાં કોરોના પ્રસરી ચૂક્યો છે. નદીની પશ્ચિમ તરફ આવેલા વિસ્તારોમાં ગુલબાઈ ટેકરા, નવરંગપુરા, આંબાવાડી, વાડજ, રાણીપ, ચાંદખેડા, ગોતા, મેમનગ, નારણપુરા, વેજલપુર, જુહાપુરા, સરખેજ, આનંદનગર, સેટેલાઈટ, બોડકદેવ અને થલતેજમાં કોરોનાના કન્ફર્મ કેસ નોંધાઈ ચૂક્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube