ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતનો વધુ એક ઉગમતો સિતારો આથમી ગયો છે. ફિલ્મ ગલી બોયથી ફેમસ બનેલ ગુજરાતી રેપર ધર્મેશ પરમારનું માત્ર 24 વર્ષની ઉંમરે નિધન થયુ છે. હાર્ટ એટેકથી નિધન થતા બોલિવુડમાં તેના ચાહક વર્ગ આઘાતમાં આવી ગયો હતો. ધર્મેશ પરમારને છેલ્લા ચાર મહિનામાં બીજી વાર હાર્ટ એટેક આવ્યો હતો, જેમાં બીજી વખતના હુમલામાં તે બચી શક્યો ન હતો. તેના નિધનથી બોલિવુડ સ્ટાર્સ રણવીર સિંહ અને સિદ્ધાંત ચતુર્વેદીએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણીતા રેપર MC Tod Fod ધર્મેશ પરમાર ગલી બોય ફિલ્મથી બોલિવુડમાં ચમક્યો હતો. તેણે ગલી બોયના ઈન્ડિયા 91 ગીતમાં પોતાનો અવાજ આપ્યો હતો. મૂળ ગુજરાતી ધર્મેશ પરિવાર મુંબઈમાં રહીને ઉછેર્યો હતો. તે મુંબઈના દાદરના નાયગાંવનો રહેવાસી હતો. તેને નાનપણથી જ ગીતો ગાવાનો શોક હતો. ફિલ્મ ગલી બોયથી તેનુ નસીબ ચમક્યુ હતું. તેના બાદ તેનો સિતારો બુલંદ થયો હતો. 19 માર્ચના રોજ ધર્મેશ પરમારે મહારાષ્ટ્રના સંધાન વેલીમાં અંતિમ પરર્ફોમન્સ આપ્યુ હતું. તેના બીજા જ દિવસે 20 માર્ચના રોજ તેને હાર્ટ એટેક આવ્યો હતો, જેથી તેનુ નિધન થયુ હતુ. 21 માર્ચના રોજ નાયગાંવમાં તેના અંતિમ સંસ્કાર કરવામા આવ્યા હતા. 


આ પણ વાંચો : અમદાવાદમાં ઘરનું ઘર ખરીદવું મોંઘુ પડશે, આ મહિનાથી સીધો લાખોનો વધારો ઝીંકાશે



જાણીતા રેપરને બોલિવુડના અનેક સ્ટાર્સે શ્રદ્ધાંજલિ આપી હતી. રણવીર સિંહ, સિદ્ધાર્થ ચતુર્વેદી, ઝોયા અખ્તર સહિતના સ્ટાર્સે ધર્મેશના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. 


ફુટબોલ રમતા આવ્યો હાર્ટ એટેક
ધર્મેશના પરિવારજનોએ જણાવ્યુ કે, ધર્મશ નાશિકમાં હોળીની ઈવેન્ટમાં ગયો હતો. જ્યાં તેના મિત્રોનો ફોન આવ્યો કે તેને હાર્ટ એટેક આવ્યો છે. તેના મિત્રોએ જણાવ્યુ હતુ કે, ફુટબોલ રમતા રમતા તેને ચક્કર આવ્યા હતા. તે મેદાનમાં પડી ગયો હતો. જેથી અમે તેને તરત હોસ્પિટલમાં લઈ ગાય હતા. અમે તેને રસ્તામાં સીપીઆર આપવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ તે બચી શક્યો ન હતો. ધર્મેશના મૃતદેહને નાશિકથી મુંબઈ લાવવામાં આવ્યો હતો.