ચેતન પટેલ, સુરતઃ સરકારી શાળામાં હાજરીની સિસ્ટમનું રિયાલિટી ચેક કરવા માટે  ZEE 24 કલાક  સુરતની સરકારી શાળામાં પહોંચ્યું છે..નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શ્રી વિશ્વેશ્વરૈયા સ્કૂલમાં ચેકિંગ કરવામાં આવ્યું. જેમાં આચાર્ય દાવો કરી રહ્યા છે કે, એપ્લિકેશનના માધ્યમથી હાજરી પુરવામાં આવે છે. અને નિયમિત રીતે પુરવામાં આવે છે. મોટી વાત એ છે કે, શાળા 7 વાગ્યે ચાલુ થાય અને હાજરી મોડી પુરાઈ છે...એક કિસ્સો તો એવો સામે આવ્યો કે, શિક્ષક હાફ ડેમાં આવવાના હોવાથી તેઓ આવી જાય તો હાજરી પુરવાની રાહ જોવાઈ રહી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાજરી ઓનલાઈન સ્માર્ટ અટેન્ડન્સમાં પુરાય છે. હાજરી પત્રકમાં પણ પુરાય છે. શિક્ષક હાજર નથી છતાં તેમની હાજરી પુરી દેવામાં આવે છે. શિક્ષકોની ગેરહાજરીને લઈને સરકારી શાળામાં લાલિયાવાડી. એક શિક્ષકે પાડોશમાં દેહાંતના લીધે રજા લીધી હતી. પાડોશીનું રાત્રે મરણ થયું તો શિક્ષકે રજા તો એક દિવસ પહેલાં જ રજા લઈ લીધી હતી. એક દિવસ પહેલાં જ રજા પત્રક ભરી દીધું હતું. 


શાળાના આચાર્ય સંદિપ પરમારે જણાવ્યુંકે, શિક્ષકો આવે એટલે 10.30 વાગ્યા સુધી હાજરી પુરવામાં આવે છે. રાત્રે મૃત્યુ થયું તો રજાનું પત્ર કઈ રીતે ભરવામાં આવ્યું. અગાઉથી રજા લેવાયાની વાત કરાઈ. પછી ઈચાર્જ શિક્ષકે રજા પત્રક ભર્યું. મોટું ગફલું થાય છે. વિનોદભાઈએ રજા લીધી છે એમના વતી બીજા શિક્ષકે સહી કરીને રજા લીધી. 


ZEE 24 કલાક પૂછે છે સવાલઃ


  • સ્કૂલ ચાલુ હોય અને ગુલ્લીબાજી કરતા આવા શિક્ષકો સામે ક્યારે પગલાં લેવાશે?

  • ધાર્મિક કાર્યક્રમ, પાડોશમાં દેહાંત, તબિયત ખરાબ... એક રજાના કેમ છે ત્રણ કારણો?

  • રજા લેવા માટે શિક્ષકે આપેલું આખરે કયું કારણ સાચું છે?

  • શું આ રીતે ભણશે ગુજરાત?


રજા પત્રકમાં સૌથી વધુ હાફ ડે અને રજાઓ પણ વિનોદભાઈના નામે છે. રિયાલીટી ચેકમાં સામે આવ્યું મોટું ગફલું. રજા અરજી પત્રકમાં ખોટી રીતે રજા લઈ લેવામાં આવી છે. શિક્ષકને ત્યાં મરણ થયું છે તેની રજા પર ગયા છે. રજા પત્રકમાં ધાર્મિક કામ માટે રજા માંગવામાં આવી છે. રાજ્ય સરકાર આવા શિક્ષકો સામે ક્યારે પગલાં લેશે. 


સુરત નગર પ્રાથમિક સમિતિના ચેરમેન રાજેન્દ્ર કાપડિયાએ ઝી 24 કલાક સાથેની વાતચીતમાં જણાવ્યુંકે, હમણાં હમણાં આ રીતે શિક્ષકોની રજાના કિસ્સાઓ વધારે બહાર આવ્યાં છે. કોઈ રજા લઈને જાય તો બધી જવાબદારી આચાર્યની જ બને છે. કોઈ શિક્ષક ગુલ્લી મારે તો એના માટે આચાર્ય જ જવાબદાર હોય છે. મારા ભાગમાં તપાસ કરવાનું આવે છે. અમારા હાથ નીચે નિરિક્ષકો હોય છે તે 40-50 સ્કૂલોનું નિરિક્ષણ કરે છે. પંદર ઓગસ્ટના લીધે આ બધી તપાસ થઈ શકી નથી. હવે કોઈ શિક્ષિક આ રીતે રજાઓ પાડશે તો અમે કડક પગલાં લઈશું. સમીક્ષા કેન્દ્રો દ્વારા કોણ રજા પર છે કોણ આવ્યાં છે સ્કૂલમાં કોણ નહીં તેના ડેટા તરત મળી જશે.