જો અહેમદ પટેલ હોત તો ગુજરાત કોંગ્રેસનો મોટો વિવાદિત મુદ્દો ઉકેલાઇ ગયો હોત
જો અહેમદ પટેલ હોતતો ગુજરાત કોગ્રેસ પ્રભારી પ્રમુખ અને વિપક્ષના નેતાનું કોકડુ ઉકેલાઇ ગયુ હોત. આ શબ્દો છે ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાના અહેમદ પટેલના અવસાન બાદ ગુજરાત કોંગ્રેસનેતો મોટી ખોટ પડી છે સાથે જ એઆઇસીસીને ન પુરાય તેવી ખોટ સર્જાઇ છે. અહેમદ પટેલના જવાથી કોંગ્રેસે સંકટ મોચક ગુમાવ્ય અને તેની અસર માત્ર આઠ મહિનામાં વર્તાવા લાગી છે.
ગૌરવ પટેલ/અમદાવાદ : જો અહેમદ પટેલ હોતતો ગુજરાત કોગ્રેસ પ્રભારી પ્રમુખ અને વિપક્ષના નેતાનું કોકડુ ઉકેલાઇ ગયુ હોત. આ શબ્દો છે ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાના અહેમદ પટેલના અવસાન બાદ ગુજરાત કોંગ્રેસનેતો મોટી ખોટ પડી છે સાથે જ એઆઇસીસીને ન પુરાય તેવી ખોટ સર્જાઇ છે. અહેમદ પટેલના જવાથી કોંગ્રેસે સંકટ મોચક ગુમાવ્ય અને તેની અસર માત્ર આઠ મહિનામાં વર્તાવા લાગી છે.
કોરોનાએ અહેમદ પટેલનો ભોગ લીધો અને ગુજરાત કાંગ્રેસને વધારે મુશ્કેલીઓ સર્જાઇ તેમની ખોટ આજે પણ સાલી રહી છે. દેશના દરેક રાજ્યના નેતાઓ સાથે તેમના ઘરાપો હતો, પણ મુળ ગુજરાતના હોવાથી તેમનો ગુજરાત કોંગ્રેસ સાથે વધારો ઘરાપો હતો. ગુજરાત કાંગ્રેસના સિનિયર ધારાસભ્યના શૈલેષ પરમારનું કહે છે કે, ગ્રામ પંચાયતની ચુંટણીથી માંડી લોકસભાની ચુંટણી સુધીની ઝીણામાં ઝીણી વિગત તેમની પાસે હતા કયા નેતાને કયુ કામ સોપવુ ક્યાં ઉપયોગ કરવો તે જાણતા હતા. તેમની ચાણક્ય નિતિ અને કુનેહના કારણે નેતાઓમાં લોકપ્રીય હતા. તેમનો ડર નહી પણ પ્રેમ નેતાઓ પર રેહતો 2022ની ચુંટણીમાં તેમની કેટલી ખોટ પડશે તે ગુજરાત કાંગ્રેસના તમામ નેતા જાણે છે.
જો અહેમદ પટેલ હોત તો સ્થાનિક સ્વરાજની ચુંટણીઓમાં થયેલા નુકસાનને ચોક્ક્સ ટાળી શકતા, વધુમાં શૈલેષ પરમાર ઉમેરે કે એ એક એવુ વ્યકિતત્વ હતું.જેની પાસે રાજકીય સમસ્યાઓના હલ હતા તમામ નેતાઓ તેમની સાથે સકળાયેલા હતા. રાજકારણમાં સમુદ્ર જેવા હતા અહેમદ પટેલ પ્રભારી અને અહેમદ પટેલ બંને ન હોવાથી ગુજરાત કોંગ્રેસને મોટી ખોટ પડી રહી છે. દેશના અલગ અલગ રાજ્યમાં અલગ અલગ ઘટના બને તો તેઓ સંકટ મોચકની ભુમિકા ભજવતા હતા. આજે ગુજરાતમાં કાંગ્રેસમાં ત્રણ નિમણુકો અટકી પડી છે, તેની ક્યાં રજુઆત કરવીએ ગુજરાતના નેતાઓ માટે મુખ્ય સમસ્યા છે. જો અહેમદ પટેલ હોત તો તેમના દિલ્હી નિવાસ સ્થાને જઇને રજુઆત કરી શકત અને અત્યાર સુધી નિમણુક થઇ ગઇ હોત.
કોંગ્રેસના સિનિયર નેતા નરેશ રાવલના કહેવા પ્રમાણે એઆઇસીસીએ ટ્રબલ શુટર ગુમાવ્યા છે. દેશના કોઇ પણ રાજ્યની કોંગ્રેસ સમિતિમાં થોડા પણ ઇશ્યુ થાય તો અહેમદ પટેલ બંને જુથના નેતાઓને બોલાવી મામલો થાળે પાડતા હતા. આગ લાગ્યા પહેલાં તેઓ ફાયરફાઇટર બની તેને શાંત કરતાં જે આજે નથી થઇ શકતુ તેઓ પાર્ટીના સૌથી મોટા ફંડ મેનેજર હતા. ચુંટણીનો ભાર તેમના ખભા પર રહેતો હતો જે આવનારી ચુંટણીમાં સૌથી મોટી ખોટવર્તાશે.
માત્ર ગુજરાત કોંગ્રેસના નેતાઓ નહી પણ એઆઇસીસીના નેતાઓ પણ સંકટ સમયે એવુ બોલી પડે છે યદી અહેમદ પટેલ હોતે તો યે ન હોતા જે દર્શાવે છે કે કેટલી મોટી ખોટ કાંગ્રેસને છે વર્ષ 2022ની ચુંટણીમાં ગુજરાત કોંગ્રેસ માટે અહેમદ પટેલનો વિકલ્પ કોણ બનશે એ યક્ષ પ્રશ્ન છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube