અમદાવાદ: રવિવારે રજા દિવસે સાંજના સમયે પરિવાર સાથે મજા માણવા નિકળેલા લોકો બહાર નિકળ્યા હતા ત્યારે મેઘરાજા કેટલાક લોકોની મજા બગાડી હતી. તો કેટલાક લોકોને વરસાદમાં પલળવાની મજા પડી ગઇ હતી. અમદાવાદના પૂર્વ અને પશ્વિમ વિસ્તારમાં ધમાકેદાર બેટીંગ કરી હતી. અમદાવાદમાં 2 ઇંચથી માંડીને 6 ઇંચ વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદના લીધે અનેક જગ્યાએ સોસાયટીમાં પાણી ભરાઇ ગયા હતા. આ ઉપરાંત પ્રહલાદનગર રોડ પર ઢીંચણસમા પાણી ભરાઇ જતાં ઘણી ગાડીઓ અને ટુ વ્હીલર બંધ પડી જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદના પાલડીમાં સૌથી વધુ 12 ઈંચ, ઉસ્માનપુરામાં 8 ઈંચ, બોડકદેવમાં 8 ઈંચ,બોપલમાં સાડા સાત ઈંચ, સરખેજમાં સાડા છ ઈંચ, મણિનગરમાં સાડા છ ઈંચ, રાયખડમાં 6 ઈંચ વરસાદ નોંધાયો હતો. વરસાદના પગલે હાટકેશ્વરમાં ખુબ જ પાણી ભરાયું હતું. હાટકેશ્વર સર્કલ ત્રણ દિવસમાં બીજી વાર બેટમાં ફેરવાયું હતું. ખોખરા ગુજરાત હાઉસીગ બોર્ડના બ્લોકો અને સર્વોદયનગરમાં નાગરિકોના ઘરમાં પાણી ભરાવાનું શરૂ થઇ ગયું હતું.


જ્યારે પ્રહલાદ નગર રોડ ઉપર આવેલું ઔડા તળાવની પાળી તૂટતા વ્રજવિહાર અપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં ભરાયું પાણી હતું. બેઝમેન્ટ મૂકેલી ફોર વ્હીલર આખી પાણીમાં ડૂબી ગઇ હતી. અપાર્ટમેન્ટના રહીશો ચિંતામાં કે હજી વરસાદ પડશે તો કેવી પરિસ્થિતિ ઉભી થઈ શકે છે. અત્રે નોંધ છે હવામાન વિભાગે હજુ પણ 3 કલાક વરસાદની આગાહી કરી છે.


અમદાવાદ શહેરમાં સરેરાશ 4.5 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. પાલડીમાં સૌથી વધુ 10 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ઉસ્માનપુરા અને બોડકદેવમાં 8-8 ઈંચ વરસાદ, મક્તમપુરા અને જોધપુરમાં 7.5 ઈંચ વરસાદ, બોપલ અને ગોતામાં 6-6 ઈંચ, સરખેજમાં 5 ઈંચ, વટવામાં 5 ઈંચ, મણિનગરમાં 4 ઈંચ વરસાદ નોંધાયો હતો. સાયન્સ સિટી અને ચાંદલોડિયામાં 4-4 ઈંચ વરસાદ પડ્યો હતો. અમદાવાદ શહેરમાં મૂશળધાર વરસાદથી જળબંબાકાર રોડ-રસ્તાઓ પર પાણી ભરાતાં વાહનચાલકોને હાલાકી થઇ હતી. નીચાણવાળા વિસ્તારોના લોકોના ઘરોમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. મીઠાખળી, મકરબા, પરિમલ, વેજલપુર અંડરપાસ બંધ કરવામાં આવ્યો હતો. 


વાસણા બેરેજના 8 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા હતા. 17, 18, 19, 20, 21, 22, 23, 24 નંબરના ગેટ ખોલાયા હતા. સાબરમતી નદીમાં 18 હજાર 904 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરમાં મૂશળધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. જોધપુર, મક્તમપુરા, બોડકદેવ, ઉસ્માનપુરામાં પાણી પાણીની સ્થિતિ હતી. આનંદનગર, સેટેલાઈટ, વેજલપુર, શિવરંજનીમાં પાણી ભરાયું હતું. અમરાઈવાડી, હાટકેશ્વર, અનુપમમાં ભરાયાં પાણી ભરાયું હતું. રખિયાલ, ગોમતીપુર, સુખરામનગરમાં પાણી ભરાયા હતા. મણિનગર, સીટીએમ, ઈસનપુર, જશોદાનગરમાં પાણી ભરાયા હતા. 


અમદાવાદમાં ભારે વરસાદને પગલે AMCનો મોટો નિર્ણય લીધો હતો. આવતી કાલે AMC સંચાલિત તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હોત. આ ઉપરાંત ખાનગી શાળાઓ પણ લગભગ બંધ રહે તેવી શક્યતા છે. અમદાવાદનો કોઇ પણ વિસ્તાર બાકી નથી કે જ્યાં પાણી ન ભરાયું હોય. સામાન્ય રીતે ટાયર ડુબે એટલું પાણી ભરાતું હોય છે જો કે અમદાવાદમાં આખી ગાડી ડુબી જાય એટલું પાણી ભરાયું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube