વડોદરા : કાલોલ તાલુકાનાં અડાદરા ગામ નજીક આવેલી ગેંગડીયા ચોકડીથી અડાદરા જતા રૂટ પર રોડની સાઇડમાં એક અજાણ્યા વ્યક્તિની સળગેલી લાશ મળી આવી હતી. આ ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારે પોલીસે આ મુદ્દે પ્રાથમિક તપાસ આદરી હતી. પ્રાથમિક તપાસમાં આ મૃતદેહ વડોદરાનાંવારસિયાના રહેવાસી રઘુનાથ માલવંકરનું હોવાનું સામે આવ્યું છે. હાલ આ મુદ્દે પોલીસે તપાસ આદરી છે. પ્રાથમિક તપાસમાં આ પુરૂષની લાશ જે રિક્ષામાં લાવવામાં આવ્યો હતો, તે રિક્ષા ડ્રાઇવરને લઇને ઘટના સ્થળે પહોંચી હતી. ત્યાર બાદ મૃતક યુવકનાં પરિવારને જાણ કરતા પોલીસ સહિતનો પરિવાર ઘટના સ્થળે પહોંચ્યા હતા. જ્યાં તેમણે પણ મૃતદેહની ઓળખ કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ: મેનેજરે સગીરાને આટલી સુંદર છે આવ મારી પાસે તેમ કહી બાથમાં લઇ લીધી

અત્રે ઉલ્લેખનીય છે કે, યુવકની હત્યા બાદ તમામ પુરાવાઓ નાશ કરવાનાં ઇરાદાથી મૃતદેહને કાલોલ ગેંગડિયા ચોકડી નજીક અડાદરા રોડની સાઇડમાં ફેંકી દેવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. ત્યારે સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર હત્યા પ્રેમપ્રકરણમાં થઇ હોવાનું સામે આવ્યું છે. હાલ તો પોલીસે મૃતદેહની ઓળખ કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.


પોલીસે 3 આરોપીઓ ની કરી ધરપકડ
પોલીસ દ્વારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે એક આરોપી ફરાર થઇ ગયો છે. પોલીસ દ્વારા અનિલ ઉર્ફે અન્નનું,સુરેશ ઉર્ફે કાળિયો,નગીન ઉર્ફે ટકલાની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ભાગેડુ આરોપી કિરણ મોરે ને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યું છે. અનિલ ઉર્ફે અન્નાની પત્ની સાથે આડા સંબંધની શંકા હોઇ હત્યા કરવામાં આવી હોવાનું હાલ ખુલ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube