રજની કોટેચા/દીવ :આજે જન્માષ્ટમીનો પર્વ છે. ગુજરાતભરમાં તેની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ભક્તો મંદિરોમાં દર્શન કરવા ઉમટી પડ્યા હતા. ત્યારે દીવના આકાશમાં ખાસ ઘટના જોવા મળી હતી. દીવના આકાશમાં સૂર્યની ફરતા વર્તુળ જોવા મળ્યું હતું. આ જોઈને લોકોમાં અચરજ છવાયું હતું. એક તરફ કૃષ્ણ જન્મોત્સવ, ને બીજી તરફ સૂર્ય ફરતે આવુ વર્તુળ દેખાતા લોકો રોમાંચિત થયા હતા. લોકોએ આ ઘટનાને ચમત્કાર સાથે સરખામણી કરી હતી. પરંતુ હકીકતમાં આ એક વૈજ્ઞાનિક ઘટના છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


શું છે આ સૂર્યની ફરતે રિંગ
સૂર્યની ચારે તરફ એક રંગની આ ઘટના બહુ જ સામાન્ય છે. સામાન્ય રીતે આવું ત્યારે થાય છે, જ્યારે આકાશમાં બહુ જ ઊંચા, પાતળા વાદળ હોય છે. આ વાદળ આકાશમાં એટલા ઊંચા હોવાને કારણે બરફના ક્રિસ્ટલ બને છે. બરફના ક્રિસ્ટરના ગુણ આ પ્રકારના પ્રકાશને પરાવર્તિત અને પરાવર્તિત કરે છે, જેનાથી સૂર્યની ચારેતરફ એક વલય બને છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :