જયેન્દ્ર ભોઇ/હાલોલ: હાલોલ તાલુકા પંચાયતના અધિક મદદનીશ ઇજનેર રૂપિયા 30 હજારની લાંચ લેતા ગોધરા એસીબીના હાથે ઝડપાયા છે. ગોધરા એસીબીએ છટકુ ગોઠવીને દિપ્તેશ વસાવા નામના અધિક મદદનીશ ઇજનેરને લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધી છે. સરકારી કામોના બિલ મંજૂર કરવા માટે ઇજનેર દ્વાર લાંચ માગવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

14માં નાણાંપંચ અન્વયે સ્મશાન ગૃહ તથા હેન્ડપમ્પની કામગીરીનું બિલ મંજુર કરવા લાંચ માગી હતી. રૂપિયા 3,49,9૦૦ના મંજુર થયેલ બિલ બાદ અન્ય રૂપિયા 1,18,૦૦૦નું બિલ ફરિયાદી દ્વારા રજૂ કરતા અગાઉના બિલની ટકાવારી પેટે ૩૦ હજારની માંગી હતી.


સુરતના વેપારીએ બિલ પર લખ્યું ‘સર્જિકલ સ્ટ્રાઇક 2.0’, બદલો લેવાની કરી વાત


ગોધરા એસીબી દ્વારા હાલોલ તાલુકા પંચાયતના અધિક મદદનીશ ઇજનેરને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો હતો. હાલ ગોધરા એસીબીએ લાંચની રકમને કબજે કરીને ઇજનેરની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે. અને એ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે, કે આ ઇજનેર દ્વારા અગાઉ કેટલી વાર લાંચ માંગવામાં આવી છે.