અકસ્માતમાં થયા હતા વિકલાંગ, સ્પેશિયલ એર ક્રાફ્ટ બનાવી કરશે 70 હજાર કિમીની મુસાફરી
અકસ્માતનો ભોગ બનનાર બે પાઇલોટ ગુઈલોમ ફેરલ અને માઈક લોમબર્ગ અનેક વિષમતાઓનો સામનો કરી CTLS ઐર-ક્રાફટ મારફતે 6 ખંડમાં આવતા 40 જેટલા દેશની હવાઈસફર કરી રહ્યા છે.
મૌલિક ધામેચા/અમદાવાદ: વિકલંગતાનો સામનો કરનાર લોકો જીવનમાં હિંમત અને આશા હારી જાય છે. ત્યારે અકસ્માતનો ભોગ બનનાર બે પાઇલોટ ગુઈલોમ ફેરલ અને માઈક લોમબર્ગ અનેક વિષમતાઓનો સામનો કરી CTLS ઐર-ક્રાફટ મારફતે 6 ખંડમાં આવતા 40 જેટલા દેશની હવાઈસફર કરી રહ્યા છે. જેના ભાગરૂપે હાલ તેમનું અમદાવાદમાં આગમન થયું અને લોકોને પણ હિમત આપી હતી.
ગુઈલોમ અને માઈક આગામી 9 મહિનામાં આશરે વધુ 70 હજાર કિલોમીટર હવાઈ મુસાફર કરવાના છે. જેમને સ્વિઝલેન્ડની હેન્ડી ફ્લાઇટ સંસ્થા દ્વારા વિકલાંગ પાઇલોટ માટે સ્પેશ્યિલ ડિઝાઇન કરીને એર-ક્રાફટ બનાવ્યુ. આ બંને પાઇલોટ હાલ વલ્ડ ટુર પર નીકળ્યા છે. તેમાં ગુઈલોમ અને માઈક તેમના આ મિશનની શરૂઆત જિનિવાથી કરી હતી અને હાલ ભારતમાં અમદાવાદ તેમનું 8 સ્ટેશન બન્યું છે.
વધુમાં વાંચો...જસદણનો જંગ: પ્રચાર માટે લોક સંપર્ક રેલીમાં ભાજપના કુંવરજીએ કર્યો ડાન્સ
મહત્વની વાત એ છે કે એર-ક્રાફટ દુર્ઘટના તેમની પીઠને ગંભીર ઇજા થઇ હતી જેના ભાગરૂપે તેઓ એર-ક્રાફટ ઉ઼ડાવી શકતા ન હતા. પરંતુ વિમાન ઉડાવવાના આવેગને લીધે આજે ફરીવાર એર-ક્રાફટ ઉડાવવાનું સપનું શાકાર બન્યું છે. વિકલાંગ પાઈલોટને અનુરૂપ એર-ક્રાફટ બનાવવા માટે આશરે 5 થી 7 વર્ષનો સમય લાગ્યો હતો. તો જીનીવાથી શરૂઆત બાદ અમદાવાદ સુધીના યાત્રા દરમિયાન તેઓ 10 હજાર કિલોમીટરની મુસાફરી કરી ચુક્યા છે. હવે બાકીના 70 હજાર કિલોમીટર મુસાફરી કરશે. તેઓ વૈશ્વિક મુસાફરી થકી હેંડીકેપ ઇન્ટરનેશનલ માનવતાવાદી સંસ્થાની મદદ કરી વિકલંગતાનો સામનો કરનાર લોકોને જુસ્સો પૂરો પાડવા માંગે છે.
[[{"fid":"194931","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Airo-Plane","field_file_image_title_text[und][0][value]":"Airo-Plane"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Airo-Plane","field_file_image_title_text[und][0][value]":"Airo-Plane"}},"link_text":false,"attributes":{"alt":"Airo-Plane","title":"Airo-Plane","class":"media-element file-default","data-delta":"1"}}]]
આમ હવાઈ યાત્રાની શરૂઆત જીનીવાથી થઈ જયરબદ યુરોપિયન અને આફ્રિકન રાષ્ટ્ર થઈ તેઓ પાકિસ્તાનના કરાચીમાં રોકાયા. કરાચીથી આ બંને પાઇલોટ અમદાવાદના મહેમાન બન્યા હતા. અને આગામી તેમનો પ્લાન નાગપુર અને બાદમાં બાંગ્લાદેશની રાજધાની ઢાકાની મુલાકાત લેવાનો છે. ત્યારે આ બન્ને પાઈલોટ માંથી શીખ લેવાજેવી એક જ બાબત એ છે કે જીવનમાં હિંમત અને આશા રાખો તો દરેક સપના પુરા કરી શકાય છે.