Surat News : સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં હંસાબેન પરમારના નામની કરવામાં આવેલી કોમેન્ટનો પડઘો આજે પાલિકાના દરવાજે પડ્યો હતો. ગાર્ડન સમિતિની બેઠક પહેલા વિરોધ પક્ષના મહિલા કોર્પોરેટરે ભાજપના કોર્પોરેટરનો ઘેરો ખાલી તેમની વિરુદ્ધ સૂત્રોચાર કર્યા હતા. મહિલા વિરુદ્ધ ટિપ્પણી કરી છે, મહિલાઓનું અપમાન કર્યું છે તેમ કહીને ભાજપના કોર્પોરેટરને બંગડી આપવાનો પ્રયાસ કર્યો હતો. આ મુદ્દે ભારે હોબાળો થતા સિક્યુરિટીએ વચ્ચે આવી મામલો શાંત કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત મહાનગરપાલિકાની ગત સામાન્ય સભામાં આપના નેતા અરવિંદ કેજરીવાલ વિરોધ કરવામાં આવેલી ટિપ્પણી અને મહિલા કોર્પોરેટર માટે હંસાબેન ભરતભાઈ પરમારના નામની કોમેન્ટ કરવામાં આવી હતી. આ મુદ્દે પાલિકાની સામાન્ય સભામાં ભારે હોબાળો થયો હતો અને મામલો શાંત પડ્યો હતો. જોકે આ ટિપ્પણીનો પડઘો આજે સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીના દરવાજે પડ્યો હતો. 


ગુજરાતના બે મહત્વના સ્થળોને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ દોડતી થઈ


ગાર્ડન સમિતિ દ્વારા આજે વિવિધ ગાર્ડનના રાઉન્ડ રાખવામાં આવ્યા હતા. ગાર્ડન સમિતિમાં ભાજપના કોર્પોરેટર વ્રજેશ ઉનડકટે મહિલા વિરુદ્ધ કોમેન્ટ કરી મહિલાનું અપમાન કર્યું હતું એવા આક્ષેપ સાથે પાલિકાના વિપક્ષી નેતા પાયલ સાકરીયા અને અન્ય મહિલા કોર્પોરેટરે તેમની વિરુદ્ધ સૂત્રોચાર કર્યા હતા અને બંગડી આપવાનો પ્રયાસ કર્યો હતો. આ મુદ્દે ભારે પાલિકામાં સિક્યુરિટી સ્ટાફ વચ્ચે પડ્યો હતો અને માંડ મામલો થાળે પડ્યો હતો. 


આમ, સુરતની સામાન્ય સભામાં વિપક્ષની મહિલા કોર્પોરેટરોનું અપમાન કર્યો હોવાનો આરોપ થયો હતો. વિપક્ષ મહિલા કાઉન્સિલરો દવારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. વિપક્ષ મહિલા કાઉન્સિલરો એ ભાજપના સભ્યને બંગડી આપી વિરોધ પ્રદર્શન કર્યું. સામાન્ય સભામાં વિપક્ષના મહિલા નગરસેવકો અપમાનજનક શબ્દ પ્રયોગ કર્યો હતો. જેના વિરોધમાં આજ રોજ મુગલીસરા ખાતે વિપક્ષ નેતા પાયલ સાકરીયા સહિત નગરસેવકો દેખાવો કર્યા હતા. સુરત મહાનગરપાલિકાની ગઈ સામાન્ય સભામાં વિપક્ષ ના મહિલા નગરસેવકો પોતાના વિસ્તારની રજૂઆતો કરવા ગયા હતા. જ્યારે ઉભા થાય ત્યારે અલગ અલગ ટિપ્પણીઓ કરીને ભાજપના સભ્યએ અપમાન કર્યાનો આરોપ મૂકાયો. 


ગુજરાતમાંથી આ હસ્તીઓને મળ્યું રામ મંદિરનું આમંત્રણ, જેઓએ ખોબલે ભરીને આપ્યું છે દાન