પંચમહાલના હાલોલમાં લાઉડ સ્પીકર પર દરરોજ સંભળાશે હનુમાન ચાલીસા, જાણો લોકોનું શું કહેવું છે
Hanuman Chalisa On Loudspeaker: હાલોલની આમ્રપાલી સોસાયટીમાં વસતા 100 થી વધુ પરિવારોએ રામનવમીથી લાઉડ સ્પીકર પર હનુમાન ચાલીસા વગાડવાનું શરૂ કર્યું છે. સોસાયટીના રહીશોનું કહેવું છે કે તેમને રોજ સંભળાતી અઝાનથી કોઈ વાંધો નથી
જ્યેન્દ્ર ભોઈ, પંચમહાલ: દેશમાં હાલ લાઉડ સ્પીકર પર થતી અઝાનના વિરોધમાં કેટલાંક હિન્દુ સંગઠનોએ મોર્ચો માંડ્યો છે. જો લાઉડ સ્પીકર પર થતી અઝાન બંધ નહીં થાય તો હિંદુ સંગઠનોએ લાઉડ સ્પીકર પર દિવસમાં 5 વખત હનુમાન ચાલીસા વગાડવાની ચીમકી આપી છે અને આની શરૂઆત મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં થઈ ચૂકી છે. પંચમહાલના હાલોલમાં હવે લાઉડ સ્પીકર પર હનુમાન ચાલીસાના પાઠ શરૂ કરવામાં આવ્યા છે.
હાલોલની આમ્રપાલી સોસાયટીમાં વસતા 100 થી વધુ પરિવારોએ રામનવમીથી લાઉડ સ્પીકર પર હનુમાન ચાલીસા વગાડવાનું શરૂ કર્યું છે. સોસાયટીના રહીશોનું કહેવું છે કે તેમને રોજ સંભળાતી અઝાનથી કોઈ વાંધો નથી. પરંતુ અમે સોસાયટીમાં વહેલી સવારે હનુમાન ચાલીસા વગાડીએ તેનાથી ઉલ્લાસ ભર્યું વાતાવરણ બની રહે છે.
સોસાયટીના રહીશોનો આખો દિવસ સારો જાય છે. હાલોલની આમ્રપાલી સોસાયટીના દરેક ઘર પર હાલ કેસરી ધજા લગાવવામાં આવી છે અને હનુમાન ચાલીસાના પાઠ શરૂ કરવામાં આવ્યા છે. લાઉડ સ્પીકર પર અઝાન વગાડવાના વિરોધમાં રાજ ઠાકરે, સોનુ નિગમ, અનુરાધા પોડવાલ સહિતના નેતાઓ અને સેલિબ્રિટીઓ ઉપરાંત અનેક હિંદુ સંગઠનોએ નિવેદનો આપ્યાં છે.
તેમનું કહેવું છે કોઈ ધર્મની પ્રાર્થના સામે અમને વાંધો નથી પરંતુ લાઉડ સ્પીકર પર નહીં પ્રાર્થના શાંતિથી ધાર્મિક સ્થળ હોય ત્યાં કરવી જોઈએ. કોઈ પણ મુસ્લિમ દેશોમાં લાઉડ સ્પીકર પર અઝાન થતી નથી તો ભારતમાં શા માટે?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube