અહીં હનુમાનજી કરાવે છે પ્રેમી જોડાઓનું મિલન, ઉઠાવે છે તમામ જવાબદારી
આજે વેલેન્ટાઇન દિવસ એટલે પ્રેમનો દિવસ અને તમને બગીચાઓ પ્રેમી યુગલથી ગીચ હશે પરતું આજે આપને એક એવા મંદિરની વાત કરવા જઈ રહ્યા છીએ, જ્યાં તેમને પ્રવેશની સાથે જ વેલેન્ટાઇન દિવસના બેનર જોવા મળે છે.
આશ્કા જાની/અમદાવાદ: આજે વેલેન્ટાઇન દિવસ એટલે પ્રેમનો દિવસ અને તમને બગીચાઓ પ્રેમી યુગલથી ગીચ હશે પરતું આજે આપને એક એવા મંદિરની વાત કરવા જઈ રહ્યા છીએ, જ્યાં તેમને પ્રવેશની સાથે જ વેલેન્ટાઇન દિવસના બેનર જોવા મળે છે. અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આવેલું છે હનુમાનજીનું મદિર જે લગનીયા હનુંમાન તરીકે પ્રસિદ્ધ છે. બાળ બ્રહ્મચારી હનુમાન અહી લગનીયા હનુમાન તરિકે ઓળખાય છે. અહી મહંત હીરજી જુગાજીએ અત્યાર સુધી વિવિધ ધર્મના અને હિંદુ ધર્મના ૧૨ હજાર જેટલા લગ્ન કરાવ્યા છે. જે પ્રેમી યુગલ આ મંદિરમાં લગ્ન કરે તેનું દામ્પત્ય જીવન સુખી હોય અને તેનાં સંસારમાં કોઈ મુશ્કેલીઓ પડતી નથી તેવી તેમની માન્યતા છે.
રાજ્યપાલ દેવવ્રતે પ્રાકૃતિક ખેતી માટે 5 હજાર ખેડૂતોને આપી અનોખી તાલિમ
ભગવાનનાં આ આશિર્વાદ મેળવવા જુદા-જુદા રાજ્યોમાંથી લોકો લગ્ન કરવા છેક અહીં આવે છે. અમદાવાદમાં લગનિયા હનુમાનજીનું મંદિર ખુબ જ જાણીતું છે. પ્રેમી યુગલ પ્રેમ વિવાહ કરવા ઘરથી ભાગી જવાના બદલે હનુમાનજીનાં આશિર્વાદ લઈને લગ્ન કરીને સુખી દામ્પત્ય જીવનની શરૂઆત કરે છે. અહી પ્રેમ લગ્ન કરવા આવનારને તમામ પ્રકાર વ્યવસ્થા મંદિર તરફથી કરી આપવામાં આવે છે. જેમાં ફોટોગ્રાફર, મેરેજ રજીસ્ટ્રેશન કરવા તેમજ તેમને અન્ય પણ જરૂરી સુવિધા આપવામાં આવે છે.
શાકભાજી ઉગાડીને આધુનિક ખેડૂતે કરી લાખો રૂપિયાની કમાણી
આપણો સમાજ, ઘર કે પરિવાર મોટા ભાગે પ્રેમ લગ્ન કરનારને તિરસ્કારની નજરે જોવે છે. પરંતુ આવા પ્રેમી યુગલ આ હનુમાનિયા મંદિરમાં આવીને હનુમાનજીનાં આશિર્વાદ લઈને સાતેય ભવનાં બંધનમાં બંધાઈ જાય છે. કારણ કે આ મંદિરમા કોઈ જાતિ કે ધર્મ ભેદભાવ રાખવામાં આવતો નથી. કહેવાય છે કે ભૂંકપ પછી આ મંદિરમાં પ્રેમલગ્નની પ્રથા શરૂ થઈ. આ પરિસરમાં પહેલાં કોર્ટ હતી. ત્યારે લોકો લગ્ન કરવા આવતા હતાં. ત્યાર બાદ કોર્ટેને બીજે સ્થળે ખસેડવામાં આવી અને પ્રેમ લગ્નની જવાબદારી હનુમાનજીએ લીધી. ત્યારથી અહીના મહંત વેલેન્ટાઇન બાબા તરીકે ઓળખાય છે અહી લગ્ન કરવા આવનારા જોડા માટે ૨૪ કલાક મંદિરના દરવાજા ખુલ્લા છે અને રાત્રે ૩ વાગે પણ લગ્ન થયેલા છે. છેલ્લા ૧૫ વર્ષ થી સેવા આપી રહેલા મહંતનુ કહેવું છે કે અહી લગ્ન સબધ થી જોડાયેલા જોડા સુખી જીવન નીવે છે અને અચૂક અહી દર્શન કેવા પણ આવે છે દર વર્ષે વેલેન્ટાઇન ડે ના દિવસે ૫ જેટલા લગ્ન થાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube