પ્રેમલ ત્રિવેદી/પાટણ: પાટણ જિલ્લા ના સરસ્વતી તાલુકામાં ખેડૂતોએ મોટા ખર્ચાઓ કરી એરંડાના પાકનું વાવેતર કર્યું અને સતત ભેજ વાળા વાતાવરણને લઇ એરંડાના પાનમાં પીળી ઇયાળોનો રોગચાળો આવતા પાન કોરી ખાતા ખેડૂતો પાક વાવણીને લઇ ચિંતામાં મુકાઈ જવા પામ્યા છૅ. રોગચાળાથી પાકને બચાવવા માટે મોંઘી દાવાનો છંટકાવ કરવાની ફરજ પડી રહી છૅ. છતા પાન ઇયાળોનો કોઈ નિકાલ ન થતા ખેડૂતો ચિંતામાં મુકાઈ જવા પામ્યા છૅ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વરસાદની કાગડોળે રાહ જોતાં ખેડૂતો માટે મોટા સમાચાર, 7 દિવસ આ વિસ્તારોમાં મેઘો ધબધબાટી


પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં ખેડૂતોએ મોટા ખર્ચાઓ કરી ઘણી આશાઓ સાથે 2300 હેક્ટરમાં એરંડાના પાકનું વાવેતર કર્યું. જૂન, જુલાઈમાં સારો વરસાદ થયો જેને લઇ પાક સારો થશે તેવી આશાઓ બંધાઈ, પણ ઓગસ્ટ મહિનાના 15 દિવસ વીતી ગયા છતાં મેઘરાજા રિસાયા હોય તેવી સ્થિતિ નિર્માણ થવા પામી છૅ. જેને લઇ ભેજનું પ્રમાણ વધતા નાયતા, વાયડ, ઉદરા, અબલુવા વાગડોદ સહીત ગામોમાં એરંડાના પાકમાં પીળી ઈયળનો રોગચાળો આવવા લાગ્યો છૅ. જેને લઇ હવે ખેડૂતો ચિંતાતુર બનવા પામ્યા છૅ. 


આણંદ કલેક્ટર ઓફિસમાં યુવતીને મોકલનાર 'મેડમ' હવે ફસાયા, સ્પાય કેમેરા ગોઠવી ઉતાર્યા...


ખેતરમાં ઉભા માં પીળી ઈયળ પાન કોરી ખાતા પાક મુશ્કેલી માં મુકાઈ જવા પામ્યો છૅ ત્યારે રોગચાળા ને દૂર કરવા જંતુનાશક દવા નો છટાકાવ શરુ કર્યો અને તેની પાછળ મોટા ખર્ચાઓ પણ કર્યા પણ ઈયળ થી કોઈ છુટકારો મળવા પામ્યો નથી જેને લઇ ખેડૂતો વીમાષણ માં મુકાઈ જવા પામ્યા છૅ.


હવે ચાંદથી 4 પગલાં દૂર ચંદ્રયાન-3, શુ તમને ખબર છે સુરતમાં બન્યો છે યાનનો મહત્વનો ભાગ