રઘુવીર મકવાણા/બોટાદ: સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા બોટાદના કોટન યાર્ડમાં કપાસની આવક શરૂ થઈ ગઈ છે. રોજની અહીંયા 10 થી 15 હજાર મણ કપાસની આવક થઈ રહી છે. ખેડૂતોને હરાજીના ભાવ રૂ.1500થી 2100 સુધી મળી રહ્યા છે, જેથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. આગામી દિવસોમાં યાર્ડમાં 1 લાખ મણ કપાસની આવક થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌરાષ્ટ્રમાં ખેડૂતો મુખ્યત્વે કપાસનું વાવેતર કરતા જોવા મળે છે. ત્યારે સોરાષ્ટ્રનું સૌથી મોટું કોટન યાર્ડ બોટાદમાં આવેલ છે, જ્યાં સીઝનમાં 1 લાખ મણ કપાસની આવક થતી હોઈ છે અને ખેડૂતો બોટાદ જિલ્લા સહિત અન્ય જિલ્લામાંથી કપાસ વેચવા માટે આવતા હોઇ છે.


હાલ છેલ્લા 10 દિવસથી અહીંયા કપાસ વેચવા માટે ખેડૂતો આવી રહ્યા છે. જ્યાં રોજની 10 થી 15 હજાર મણ કપાસની આવક થઈ રહી છે અને હરાજીમાં ખેડૂતો ને રૂ. 1500 થી 2100 સુધીના ભાવ મળી રહ્યા છે. જેને લઈ ખેડૂતો ને સારો ભાવ મળતા આનંદ જોવા મળી રહ્યો છે બીજી તરફ યાર્ડમાં આગામી દિવસોમાં કપાસ ની મોટી સંખ્યામાં આવક થશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube