અમદાવાદઃ વર્ષ 2024ને અલવિદા કહી દેવામાં આવ્યું છે અને નવા વર્ષ 2025ના વધામણા થઈ ગયા છે. ગુજરાતીઓએ હર્ષોલ્લાસ સાથે નવા વર્ષનું સ્વાગત કર્યું છે. રાજ્યભરમાં અનેક ક્લબો, પાર્ટીપ્લોટોમાં ડીજેનું આયોજન કર્યું હતું. યુવાધનોએ ડાન્સ, મોજ-મસ્તી સાથે નવા વર્ષનું વેલકમ કર્યું છે. બીજીતરફ રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસને રસ્તાઓ પર સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવા વર્ષનું આગમન
રાજ્યના મહાનગરોમાં નવા વર્ષનું સ્વાગત કરવા માટે થર્ટી ફર્સ્ટની પાર્ટીઓના આયોજન થયા હતા. પાર્ટીઓમાં યુવાનોએ વિવિધ સોન્ગ પર ઠુમકા લગાવ્યા હતા. ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં અનેક જગ્યાએ નવા વર્ષના વધામણા કરવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.



નવા વર્ષ 2025ની શરૂઆત થઈછે. 2024ના વર્ષને બાય બાય અને નવા વર્ષ 2025ને સૌ કોઈએ ઉત્સાહથી આવકાર્યું. યુવા વર્ગમાં એક અલગ જ થનગનાટ જોવા મળ્યો. રાજ્યમાં પાર્ટીઓ અને ઉજવણી થઈ. યુવા વર્ગમાં એક અલગ ઉત્સાહ જોવા મળ્યો...એક તરફ યુવા વર્ગે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી તો ગુજરાતના મહાનગરોમાં નસાખોર અને દૂષણ ફેલાવતા લોકોને ઝડપવા પોલીસે પણ ખાસ તૈયારીઓ કરી હતી.


નવા વર્ષની ઉજવણી પહેલા પોલીસે ફૂલપ્રુફ એક્સન બનાવ્યો હતો. દરેક ચાર રસ્તા પર ચેકિંગ કરવામાં આવ્યુ, વાહન ચાલકોને રોકીને દારૂ પીધો છે કે નહીં તે ચેક કરવામાં આવ્યું...વાહનચાલકો પાસેથી તમામ કાગળો માગવામાં આવ્યા, ગાડીઓની તપાસ કરવામાં આવી....



અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં અલગ અલગ સ્થળે નવા વર્ષની ઉજવણીની પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ તમામ પાર્ટીઓ પર પોલીસ બાજ નજર રાખી હતી. મહિલાઓની સુરક્ષા માટે પોલીસની મહિલા ટીમ સાદા કપડામાં તૈનાત હતી. 


2024ની વિદાય થઈ ગઈ છે અને નવા વર્ષ 2025નો પ્રારંભ થઈ ગયો છે.. ત્યારે આ નવા વર્ષની ઝી 24 કલાક તરફથી સૌને શુભેચ્છાઓ.