જૂનાગઢ: આજે વિશ્વ મહિલા દિવસ છે અને જૂનાગઢની (Junagadh) મહિલાઓ (Women's) માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પ્રેરણાસ્ત્રોત બન્યા છે. બીજી ઓક્ટોબર 2019 ના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્લાસ્ટિક મુક્તિ (Plastic Free) માટે અપીલ કરી અને જૂનાગઢની મહિલાઓએ પ્રધાનમંત્રીની (PM Modi) અપીલને વધાવી લીધી અને જૂનાગઢ મનપાના મહિલા કોર્પોરેટરે (Women Corporators) એક અનોખી પહેલ કરી વેસ્ટ કાપડમાંથી થેલીઓ બનાવી રોજગારી (Employment) ઉભી કરી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્લાસ્ટીકની કેરીબેગનો ઉપયોગ નહીં કરવા માટે લોક જાગૃતિ હેતુ પ્રથમ કાપડની થેલીઓ મફતમાં વિતરણ કરી બાદમાં ડિમાન્ડ વધતાં અનેક મહિલાઓ અભિયાન રૂપે સાથે જોડાઈ અને આજે આ અભિયાનથી અનેક મહિલાઓને રોજગારી (Employment) મળી છે. પ્લાસ્ટિક પર પ્રતિબંધ (Ban On Plastics) હોય તેવા ઈકો સેન્સેટીવ ઝોનમાં આ મહિલાઓએ બનાવેલી કાપડની બેગની જબરી માંગ છે. છેલ્લા દોઢ વર્ષમાં 20 જેટલી જરૂરીયાતમંદ મહિલાઓને ઘરે બેઠાં રોજગારી આપવામાં આ અભિયાનને સફળતા મળી છે.


પૃથ્વી પરના પ્રદૂષણ (Pollution) નિયંત્રણ માટે પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ (Ban On Plastics) કરવો જરૂરી બન્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) પણ લોકોને આ અંગે અપીલ કરી છે અને પ્રધાનમંત્રીની (PM Modi) અપીલથી જ પ્રેરણા લઈને જૂનાગઢ મનપાના (Junagadh Municipal) વોર્ડ નં. 11 ના મહિલા કોર્પોરેટર (Women Corporators) પલ્લવીબેન ઠાકરે એક અનોખી પહેલ કરી. મનપામાં કોર્પોરેટર તરીકે ફરજ બજાવવા ઉપરાંત પ્લાસ્ટીક મુક્તિ (Plastic Free) માટે કાપડની થેલીઓ બનાવીને જરૂરીયાતમંદ મહિલાઓને રોજગારી (Women's Employment) આપવાનું કામ પણ કર્યું અને છેલ્લા દોઢ વર્ષથી આ મહિલા કોર્પોરેટર દ્વારા પ્લાસ્ટીક મુક્તિને એક મુહિમ રૂપે લઈને લોકો પ્લાસ્ટીકનો ઉપયોગ બંધ કરે અને કપડાની થેલી વાપરે તેવા ઉદેશ્ય સાથે વેસ્ટ માંથી બેસ્ટનો કોન્સેપ્ટ લાગુ કર્યો.


આ પણ વાંચો:- મહિલા દિવસ: મુસ્લિમ સમાજ માટે મિસાલ બની સેહેન, ફિટ થવા માટે કહ્યું અને શરૂ થઈ સફર


સાડીની મીલો કે ઘરમાં પડેલા જૂના વેસ્ટ કાપડ લાવીને તેમાંથી કાપડની થેલી બનાવીને તેનું વેચાણ કરવાનું શરૂ કર્યું અને તેના બે ફાયદા થયા, એક તો કાપડ વેસ્ટ જતું નથી અને બીજું કે જરૂરીયાતમંદ મહિલાઓ તે વેસ્ટ કાપડમાંથી થેલીઓ બનાવે છે અને વેચાણ કરે છે તેથી મહિલાઓને રોજગારી મળે છે. ખાસ કરીને જ્યાં પ્લાસ્ટીક પર પ્રતિબંધ હોય તેવા વિસ્તારમાં તેમની કાપડની થેલીની જબરી માંગ છે.


આ પણ વાંચો:- વિશ્વ મહિલા દિન: સાક્ષાત દેવદૂત બની આ મહિલાએ 8 વર્ષમાં બચાવ્યા છે અનેકના જીવ


પલ્લવીબેને પ્રથમ વેસ્ટ કાપડમાંથી થેલીઓ બનાવી લોક જાગૃતિ હેતુ તેને મફતમાં વિતરણ કરી, તેમના આ અભિયાનમાં હવે અનેક મહિલાઓ જોડાઈ ગઈ છે અને હાલ 20 જેટલી મહિલાઓ કાપડની થેલી સીવવાનું કામ કરે છે, આ મહિલા કોર્પોરેટર વેસ્ટ કાપડ લાવે છે અને થેલી સિવનાર બહેનોને વેસ્ટ કાપડ આપે છે, મહિલાઓ વેસ્ટ કાપડમાંથી કેરીબેગ સીવે છે જેનું વેચાણ કરવામાં આવે છે. આ કાપડની થેલી માત્ર ત્રણ રૂપીયામાં વેચાય છે, જે વેચાણ થાય છે તેમાંથી મહિલાઓને કમાણી થાય છે.


આ પણ વાંચો:- વિશ્વ મહિલા દિવસ: વડોદરાના કાશીબા મહિલાઓ માટે છે રોલ મોડલ, સંઘર્ષથી લઇને સફળતા સુધીની કહાની


જે મહિલાઓ આ કામ સાથે જોડાયેલી છે તે ગૃહીણીઓ છે અને પોતાના ફાજલ સમયમાં કાપડની થેલીઓ સીવવાનું કામ કરે છે, આમ તેનો સમય પણ વ્યતિત થઈ જાય છે અને તેમને કમાણી પણ થાય છે. પલ્લવીબેન દ્વારા શરૂ કરાયેલા આ અભિયાન થી પ્લાસ્ટીકનો ઉપયોગ ઘટ્યો છે સાથે 20 જેટલી મહિલાઓને રોજગારી મળી છે અને ઘેર બેઠાં કમાણી થઈ રહી છે. આમ આ મહિલા કોર્પોરેટરે એક નવો રાહ ચિંધી મહિલા સશક્તિકરણને સાચા અર્થમાં ચરિતાર્થ કર્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube