Har Ghar Tiranga Campaign: હવે 15 મી ઓગસ્ટને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભારત સહિત વિદેશોમાં પણ દેશની આઝાદીના 75માં પર્વ પ્રસંગવી ઉજવણી દબદબાબેર કરવામાં આવી રહી છે. માત્ર ભારતમાં જ નહિ, વિદેશની ધરતી પર પણ દેશભક્તિની ઉજવણી થઈ રહી છે. ત્યારે અમેરિકાના Los Angeles ખાતે ભારતીયોએ આઝાદી કા અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી કરી હતી. વિદેશની ધરતી પર ગુજરાતીઓ અમૃત મહોત્સવની રંગેચંગે ઉજવણી કરી ડંકો વગાડ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

15 ઓગસ્ટ પહેલાના વિક એન્ડમાં જ વિદેશમાં વસતા ગુજરાતીઓએ દેશભક્તિની ઉજવણી કરી હતી. આમ, Los Angeles માં વસતા ગુજરાતીઓ પણ દેશભક્તિમાં રંગે રંગાયા છે. તો બીજી તરફ વીકએન્ડમાં કેનેડામાં વસતા ગુજરાતીઓ પણ ભેગા થઈ તિરંગો લહેરાવ્યો હતો. બ્લુ માઉન્ટેન પર તિરંગો લહેરાવી સલામી આપી રાષ્ટ્રગાન પણ કર્યું. આમ, કેનેડામાં ભારત પ્રેમ જીવંત રાખ્યો છે.


Los Angelesમાં ભારતીય ઉદ્યોગપતિ યોગી પટેલ અને પરિમલ શાહની ઉપસ્થિતિમાં આઝાદી કા અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી થઈ હતી. કેવલ કાંડા કાઉન્સિલ જનરલ ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ રાજેશ નાઈકે ઉપસ્થિત રહીને બાળકોમાં ઉત્સાહ વધાર્યો હતો.
 
લેબોન હોસ્પિટાલીટી ગૃપના ચેરમેન અને અગ્રણી ભારતીય ઉદ્યોગપતિ યોગી પટેલ કે જે સૌથી યુવા બિઝનેસમેન છે તેમને આ પ્રસંગે એવોર્ડથી સન્માનિત કરવામાં આવતા ગુજરાતી સમાજમાં આનંદની લાગણીની છવાઈ ગઈ છે. 


ભારત સરકારે આ 75મા સ્વતંત્રતા દિવસ પર ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું અભિયાન શરૂ કર્યુ છે. જે નાગરિકો 13 ઓગસ્ટ 2022 થી 15 ઓગસ્ટ 2022 સુધી ધ્વજ ફરકાવશે તેમને પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. સરકાર આવા દેશભક્ત નાગરિકોને માન્યતા આપશે. સત્તાવાળાઓએ હર ઘર તિરંગા ઝુંબેશ અને તેના પ્રમાણપત્રને લગતી તમામ મહત્વપૂર્ણ માહિતી નાગરિકોને આપવા માટે harghartiranga.com પર એક પોર્ટલ પણ શરૂ કર્યું છે. આ આર્ટિકલ માં અહીં બધી વિગતો અને Har Ghar Tiranga Certificate Download લિંક જોવા મળશે. તમે આ લેખને હર ઘર તિરંગા ગુજરાતી નિબંધ તરીકે પણ લખી શકો છો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube