નવનીત દલવાડી/ ભાવનગર: ભાવનગર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ ઘણા લાંબા સમય અસહ્ય બની ગયો છે. રસ્તા પર અડિંગો જમાવીને બેઠેલા આ રેઢીયાર પશુઓ ગમે ત્યારે રસ્તા પર અકસ્માત સર્જે છે. શહેરમાં અનેક લોકોએ આવા રેઢીયાર ઢોરના કારણે જીવ ખોયા છે, કે ઘવાયા છે. પરંતુ આવા ઢોરને પકડવાનું નાટક કરતી મનપા પણ જાણે કે સાવ ઢોર જેવી થઇ ગઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાય-ગાંડા અને ગાઠીયાના નામથી જાણીતું ભાવનગર આજે રેઢીયાર ગાયોના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠ્યું છે. ભાવનગર શહેરમાં ગમે તે દિશામાંથી પ્રવેશ કરો એટલે ગાયો અને આખલાના દર્શન પહેલા થાય. જો કે ગાયને માતાનું બીરુદ્દ આપવામાં આવ્યું છે પરંતુ આજ ગાય અને અખાલાઓ લોકો માટે માથાનો દુખાવો સાબિત થઇ રહ્યા છે, માલધારીઓ પોતાના માલઢોર ને જેમ તેમ શહેરમાં છૂટી મૂકી દેતા હોય છે.


આ પણ વાંચો:- થરાદની નર્મદા કેનાલ બની મોતનો કૂવો, એક જ દિવસમાં ચાર જિંદગી ભરખી ગઈ


આ રેઢીયાર પશુઓ અવારનવાર રસ્તા પર પોતાનો આતંક ફેલાવીને રસ્તે જતા રાહદારી કે વાહન ચાલકને હડફેટે લઇ તેને ઘાયલ કરી દેતા હોય છે. ભાવનગર શહેરમાં આજદિન સુધીમાં રેઢીયાર ઢોરની હડફેટે ઈજા પામેલાની અનેક ઘટના બની છે અને હજુ અનેક ઘરોમાં લોકો ઈજાના કારણે પીડાય પણ રહ્યા છે. ભાવનગર કોર્પોરેશન દ્વારા આજ દિન સુધીમાં આ રેઢીયાર પશુને પકડીને એક જગ્યા પર એકત્રિત કરવાની મોટી મોટી વાતો કરવામાં આવી છે, પરંતુ કોઈ નક્કર કાર્યવાહી હાથ ધરી નથી.


આ પણ વાંચો:- કચ્છમાં મંત્રની ઓફિસ સામે કાયદાની ઐસી કી તૈસી, જાહેરમાં હથિયાર વડે શખ્સ પર હુમલો; સામે આવ્યા CCTV


શહેરના વિવિધ માર્ગો પર અડિંગો જમાવીને બેઠલા રેઢીયાર પશુઓથી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તેઓ પણ ફરિયાદ કરી રહ્યા છે, કે જવું તો ક્યાં જવું. જ્યાં જુઓ ત્યાં આવા પશુઓ રસ્તા પર બેઠા હોય છે, જેને દુર કરવાની જેની જવાબદારી છે તે મનપા તેને દુર કરવામાં નિષ્ફળ નીવડી છે, અને જેના પાપે લોકોને ભારે પરેશાની ભોગવવી પડી રહી છે.


આ પણ વાંચો:- Ahmedabad: પરિવારે પોતાના ગુનામાં બાળકને પણ કર્યું સામેલ, પોલીસે 4 શખ્સોની કરી ધરપકડ


તંત્ર વહેલી તકે કાર્યવાહી કરે
રસ્તા પરના રેઢીયાર ઢોરને હટાવવાની જવાબદારી મનપાની સાથે સાથે પોલીસતંત્રને પણ સોપવામાં આવેલી છે. ત્યારે મનપા અને પોલીસતંત્ર દ્વારા આ બાબતે વહેલી તકે કાર્યવાહી હાથ ધરવામાં આવે તે જરૂરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube