અમદાવાદ : હાર્દિક પટેલ આજે જજનાં નિવાસ સ્થાને હાજર થયો હતો. હાર્દિક અલ્પેશનું સમર્થન કરવા માટે જજના નિવાસ સ્થાને પહોંચ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી પોલીસ ચોંપડે ફરાર તેવો અલ્પેશ કથિરિયા કાલે ઝડપાયો હતો. તેની અટકાયત બાદ ધરપકડ કરવામાં કાલે આવી હતી.જો કે અલ્પેશનું સમર્થન કરવા આવેલા હાર્દિકે ZEE MEDIA સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, સરકાર કદાચ મને જેલમાં પુરશે તો ત્યાં પણ ઉપવાસ કરીશ અને ઘરે પુરશે તો ઘરમાં ઉપવાસ પર બેસીશ. હાર્દિક પટેલ અલ્પેશ કથિરિયાનું સમર્થન કરવા માટે પહોંચ્યો હતો.


- 25 ઓગષ્ટથી 8 સપ્ટેમ્બર સુધી કલેક્ટર દ્વારા 144ની કલમ લાગુ કરવામાં આવી છે. 
- પથ્થર અથવા હથિયારો સાથે ક્યાંય પણ એક્ઠા નહી થવાનો ઉલ્લેખ
- 2015નાં રાજદ્રોહના કેસમાં અલ્પેશ કથિરિયાને જજ સમક્ષ હાજર કરવામાં આવ્યો
- ક્રાઇમ બ્રાંચ દ્વારા 14 દિવસનાં રિમાન્ડની માંગણી કરવામાં આવી છે. 
- જજના લો ગાર્ડન ખાતેના ઘર પર હાલ સુનવણી ચાલી રહી છે. 
- અમદાવાદનાં જીએમડીસી ગ્રાઉન્ડ સભા બાદથી જ અલ્પેશ કથિરિયા હતો વોન્ટેડ
- લાંબા સમયથી તે ફરાર હતો અને ક્રાઇમ બ્રાંચ તેને શોધી રહી હતી.
- અલ્પેશ કથિરિયા પોલીસ ચોપડે ફરાર હતો.
- અલ્પેશ કાલે જ ક્રાઇમ બ્રાંચને મળી આવ્યો હતો અને રાજ્યદ્રોહનાં કેસ હેઠળ હાજર કરાશે
- દિનેશ બાંભણીયા પણ અલ્પેશનું સમર્થન કરવા માટે હાજર રહ્યા