હાર્દિક પટેલના વધુ એક સંકેત, ભાજપના નેતા સાથે ડાયરામાં રૂપિયા ઉડાવતા દેખાયા
Hardik Patel With BJP Leaders : કોંગ્રેસ નેતાગીરીથી નારાજ હાર્દિક જામનગરમાં ભાજપ નેતાઓ સાથે દેખાયા... હકુભા જાડજાએ યોજેલી સપ્તાહમાં લોકડાયરામાં જીતુ વાઘાણી, રમેશ ધડુક, જયેશ રાદડીયા અને કાંધલ જાડેજા એક મંચ પર દેખાયા...
મુસ્તાક દલ/જામનગર :કોંગ્રેસથી નારાજ હાર્દિક પટેલ સતત ચર્ચામાં રહીને પક્ષ પ્રત્યે પોતાની નારાજગી બતાવી રહ્યાં છે. કોંગ્રસમાઁથી પોતાના હોદ્દાને દૂર કર્યા બાદ તેઓ ભાજપ તરફ આગળ વધવાના સંકેત સતત આપી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ નેતાગીરીથી નારાજ હાર્દિક પટેલ વધુ એકવાર ભાજપના નેતાઓ સાથે કાર્યક્રમમાં દેખાયા હતા. ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, સાંસદ રમેશ ધડુક, પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા, સાંસદ રમેશ ધડુક અને NCPના ધારાસભ્ય કાંધલ જાડેજા એક મંચ પર જોવા મળ્યા હતા.
જામનગરમાં ભાગવત સપ્તાહ અને લોકડાયરાનો કાર્યક્રમ ભાજપના ધારાસભ્ય હકુભા જાડેજા દ્વારા આયોજિત કરાયો હતો. જેમાં કિર્તીદાન ગઢવી અને કિંજલ દવના ડાયરામાં રૂપિયાનો વરસાદ થયો હતો. જીતુ વાઘાણી, જયેશ રાદડિયા, કાંધલ જાડેજા કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. ત્યારે હાર્દિક પટેલ સહિતના નેતાઓએ લોકડાયરામાં રૂપિયા ઉડાવ્યા હતા.
આ પણ વાંચો : ફેનિલ બન્યો કેદી નંબર 2231, ફાંસીની સજાવાળા આરોપીઓની બેરેકમાં રખાશે
જામનગર શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે લોકડાયરામાં જંગી જનમેદની ઉમટી પડી હતી, એટલું જ નહીં, હકુભા જાડેજાએ યોજેલી ભાગવત કથા રાજકીય કથા બની ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, કેમ કે થોડા દિવસ પહેલા રાજકારણમાં જોડાવાની વાતો વચ્ચે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ પણ અહી ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ સીઆર પાટીલ સાથે જોવા મળ્યા હતા, જે રાજ્યભરમાં ચર્ચાનો વિષય રહ્યો હતો. તો હવે હાર્દિક પટેલ ભાજપના ધારાસભ્યના કાર્યક્રમમાં ભાજપના નેતાઓ સાથે જોવા મળતા ફરીવાર ચર્ચાઓ જાગી છે.
આ પણ વાંચો :
લગ્નમાં નાચતા સમયે વરરાજા ઢળી પડ્યો, પોતાના જ ડીજે પ્રસંગમાં થયુ મોત
‘ગૃહરાજ્ય મંત્રી મને આપેલુ વચન ક્યારે પાળશો?’ દીકરી માટે ન્યાય ઝંખતી માતાની દર્દભરી અપીલ