અમદાવાદ : પાટીદાર અનામત આંદોલન સમિતીના સંયોજન હાર્દિક પટેલે બીજેપી પર નિશાન સાધ્યું છે. હાર્દિકે બીજેપીને ટોણો મારતા કહ્યું છે કે સેક્સ સીડી બનાવવાના ચક્કરમાં બીજેપી ઘોષણાપત્ર બનાવવાનું જ ભુલી ગઈ છે. હાર્દિકે કરેલી ટ્વીટમાં તેણે કહ્યું છે કે ગુજરાતમાં વિકાસની સાથેસાથે ઘોષણાપત્ર પણ ગેરહાજર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસી નેતા મણિશંકર ઐયર દ્વારા વડાપ્રધાન પર કરવામાં આવેલી ટિપ્પણી વિશે હાર્દિકે જણાવ્યું છે કે તેમણે અયોગ્ય શબ્દનો ઉપયોગ કર્યો એટલે કોંગ્રેસમાંથી તેમને હાંકી કઢાયા. જોકે આ પહેલા બીજેપીના અનેક મોટા નેતાઓ પણ અપમાનજનક ટિપ્પણી કરી ચૂક્યા છે. 





હાલમાં ગુજરાતની ચૂંટણી પહેલાં હાર્દિક પટેલની 5 કથિત સેક્સી સીડી લિક થઈ હતી. હાર્દિકે થોડા સમય પહેલાં જ આશંકા વ્યક્ત કરી હતી કે આવી સીડી જાહેર થઈ થઈ શકે છે. આ સીડીમાં હાર્દિક જેવી દેખાતી વ્યક્તિ આપત્તિજનક અવસ્થામાં હોટલના રૂમમાં એક મહિલા સાાથે જોવા મળે છે. હાર્દિક પટેલે આ સીડી નકલી હોવાનો તેમજ આ રીતે તેને બદનામ કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો હોવાનો દાવો કર્યો હતો.