પાટીદાર યુવાનો સામેના કેસો પાછા ખેંચવા હાર્દિક પટેલની ધમકી, `23 માર્ચ સુધીમાં કેસો પાછા નહીં ખેંચાય તો ફરી આંદોલન`
હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે, પાટીદાર MLA અને MPએ મુખ્યમંત્રીને પાટીદારો પર થયેલા કેસ પાછા ખેંચવા માટે રજૂઆત કરી હતી. પરંતુ રાજ્યની ભાજપ સરકાર માત્ર પાટીદાર સમાજને વાયદાઓ કરે છે, પણ નિર્ણય લેવાયો નથી. હાર્દિકે જણાવ્યું કે સરકાર અમને મૂર્ખ બનાવી રહી છે.