Big Breaking: હાર્દિક પટેલની ધરપકડ થઈ, જાણો શું છે મામલો?
પાટીદાર નેતા હાર્દિક પટેલની પોલીસે વિરમગામ નજીકની હાંસલપુર ચોકડીથી અટકાયત બાદ ધરપકડ કરાઈ છે. પાટીદાર અનામત આંદોલન મામલે રાજદ્રોહ કેસમાં હાર્દિક સામે બિનજામીનપાત્ર વોરન્ટ ઈશ્યુ થયું હતું.
ઝી બ્યુરો, અમદાવાદ: પાટીદાર નેતા હાર્દિક પટેલની ચપોલીસે વિરમગામ નજીકની હાંસલપુર ચોકડીથી અટકાયત બાદ ધરપકડ કરાઈ છે. પાટીદાર અનામત આંદોલન મામલે રાજદ્રોહ કેસમાં હાર્દિક સામે બિનજામીનપાત્ર વોરન્ટ ઈશ્યુ થયું હતું. હાલ હાર્દિક પટેલને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ લાવવામાં આવ્યાં છે.
પાટીદાર અનામત આંદોલન મામલે રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલ ગેરહાજર રહેતા કોર્ટે તેમની સામે બિનજામીનપાત્ર વોરન્ટ ઈશ્યુ કર્યું હતું. હાઈકોર્ટની વારંવાર સૂચના હોવા છતાં વાંરવાર તેઓ કોર્ટમાં ગેરહાજર રહેતા હતાં એવું સેશન્સ કોર્ટનું અવલોકન હતું. આ ઉપરાંત કેસમાં હાજર રહેવામાંથી મુક્તિની કરેલી અરજી પણ હાર્દિકની કોર્ટે ફગાવી. આજ રોજની સુનાવણીમાં ચિરાગ પટેલ અને દિનેશ બાંભણીયા હાજર રહ્યાં હતાં.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube