અમદાવાદ: ગઈકાલે અમદાવાદમાં દેશી દારૂ પીધા બાદ ચાર વયક્તિઓની હાલત લથડી હતી. ત્યારબાદ પોલીસે પણ અનેક જગ્યાએ રેડ પાડી હતી. તો આજે સવારથી જ હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણીએ દારૂ વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું હતું અને ગાંધીનગરમાં જનતા રેડ પાડી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદના લઠ્ઠાકાંડ બાદ સુરત પોલીસ હરકતમાં આવી છે.સુરત પોલીસ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠીઓ પર છાપો મારવામાં આવ્યો હતો. અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરાના અલગ-અલગ વિસ્તારોમાં પોલીસે રેડ કરીને મોટા પ્રમાણમાં દેશી અને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.