ZEE EXCLUSIVE: લોકસભા નહી પરંતુ વિધાનસભાની ચૂંટણી લડીશ: હાર્દિક પટેલ
સજા થયા બાદ સૌપ્રથમ Zee 24 Kalak સાથેની વાતચીતમાં ખુલાસો કરતા હાર્દિકે કહ્યું કે તે પહેલા રાજ્યનાં લોકોની સેવા કરવા માંગે છે માટે વિધાનસભાની ચૂંટણી લડશે
અમદાવાદ : 2015માં ઘારાસભ્ય ઋષીકેશ પટેલની ઓફીસમાં તોડફોડના કેસમાં બુધવારે વિસનગર સેશન્સ કોર્ટે હાર્દિક પટેલ સહિત 3 લોકોને દોષિત ઠેરવ્યા હતા..આ કેસમાં હાર્દિક પટેલને 2 વર્ષની સજાની સાથે દંડ ફટકાર્યો હતો જે કે આ મામલે હાર્દિક પટેલને જામીન પણ મળી ગયા છે...ત્યારે દોષિત ઠર્યા બાદ સર્વ પ્રથમ હાર્દિક પટેલે ઝી 24 કલાક સાથે ખાસ મુલાકાતમાં વાત કરી..એક એક રાજ પરથી પરદો ઉચક્યો છે...ઝી 24 કલાકના એડીટરે પુછેલા બેબાક સવાલોના હાર્દિકે ખુલીને જવાબ આપ્યા..ખાસ કરીને હાર્દિક ચૂંટણી લડશે કે કેમ તે એક મોટો સવાલ ચર્ચાતો આવ્યો છે..કે હાર્દિક લોકસભા લડશે...ત્યારે હાર્દિકે સૌપ્રથમ વખત ઘટસ્ફોટ કર્યો છે અને જણાવ્યું છે કે તે એક વર્ષ સુધી ચૂંટણી લડવાનો નથી એટલે કે તેણે 2019ની લોકસભાની ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો પરંતુ હાર્દિકે પ્રથમ વખત જણાવ્યું છે કે તે ચૂંટણી લડશે પરંતુ વિધાનસભાની.
હાર્દિક પટેલે Zee 24 Kalakના એડિટર દિપક રાજાણી સાથેની ખાસ વાતચીતમાં ઘણા મહત્વનાં મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. દિપક રાજાણી સાથે હાર્દિકની થયેલી વાતચીત...
સવાલ : હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી લડશે?
જવાબ: જાત જાતની અટકળો ચાલી રહી છે, મેં પહેલાં પણ કહ્યું હતું કે 2019 પછી હું વિચારીશ 2019ની ચૂંટણી હું નથી લડવાનો કઇ પરિસ્થિતિ સર્જાય છે તેના પર હું આગામી નિર્ણય લઇશ લોકોની પરિસ્થિતિનું સોલ્યુશન લાવવા માગું છું. હું રાજ્યમાં સારું કામ કરીશ ત્યારબાદ રાજ્યબહાર જઇશ હું જો લડીશ તો પહેલાં ધારાસભાની ચૂંટણી લડીશ એક વર્ષ સુધી તો હું ચૂંટણી લડવાનો નથી.
સવાલ : ધારાસભાની ચૂંટણી લડશો તો ક્યાંથી લડશો ?મહેસાણા, અમરેલી કે રાજકોટના ટંકારામાંથી ક્યાંથી લડશો ?
જવાબ : જ્યારે વિધાનસભા લડીશ ત્યારે ટંકારા અને ઉંઝાથી લડીશ લોકોની અપેક્ષા પર ખરા ઊતરવાની મારી પ્રાથમિકતા હશે.
સવાલ : મતના રાજકારણમાં હાર્દિક પટેલ જંપલાવશે ?હાર્દિક પટેલ લડશે તો કોંગ્રેસમાંથી જ લડશેને ?
જવાબ : 25 ઓગસ્ટે હું આમરણાંત ઉપવાસ પર બેસીશ પટેલ અને ખેડૂતો માટે હું લડીશ આર્થિક આધાર પર સરકાર કરવાની તૈયારી બખાડશે તો હું તૈયાર છું. 10 ટકા ઇબીસી લાગુ કરાયું તે ગેરબંધારણીય છે કોઇપણ સરવે વગર આ લાગુ કરી દેવાયું.
સવાલ : વિસનગર કોર્ટની સજા પર હાર્દિક નિવેદન આપે તે કેટલું યોગ્ય ? તમારી સામેનો કેસ ઝડપથી ચાલ્યો તેના વિશે શું કહેશો ?
જવાબ : ચુકાદા સામે અવાજ ઉઠાવ્યો તેમાં કંઇ ખોટું નથી કેસમાં એક પણ સાક્ષીએ કહ્યું નથી કે હાર્દિક ત્યાં હતો હું અને લાલજી પટેલ કાર્યક્રમ પતાવીને નીકળી ગયા હતા અમારા ગયા બાદ તોડફોડ થઇ ન્યાયતંત્ર પર હું કોઈ આરોપ નથી મૂકતો જેલમાં જવું પડે તો જેલમાં જઇશ, બ્રહ્મજ્ઞાન મેળવી મજબૂત થઇશ.
હાર્દિક સાથેની ખાસ વાતચીતનો વીડિયો જોવા માટે કરો ક્લિક...
સવાલ :કેસો પાછા નથી ખેંચ્યા તેના પર હાર્દિકને સામાન્ય ડર છે ?
જવાબ : આ સરકારે તો જુઠ્ઠું બોલવાનું કામ કર્યું છે કેસો પાછા ખેંચવાના દાવા કર્યા તે ખોટા છે કેસ પાછા ખેંચ્યા હોય તો વિસનગરનો કેસ કેમ ? જાહેરનામાના જાહેરનામાનો ભંગ વારંવાર કેમ ? શાંતિથી ઉપવાસ કે આંદોલન કરવાનો અધિકાર છે. સરકાર દેખાડો કરે છે. કામ યોગ્ય કરે તેવી ઇચ્છા કામ નથી કરતી તો ભાજપની સરકાર કેમ ચૂંટાઇ છે ? મને ડર શેનો હોય, કરી કરીને મને જેલમાં નાખી શકે.
સવાલ : હાર્દિક ખૂલીને કોંગ્રેસમાં કેમ જતાં નથી ?
જવાબ : હું કોઇ બેકસીટ ડ્રાઇવિંગ કરતો નથી.
સવાલ : શહીદો કરતાં હાર્દિકને વધુ આર્થિક મદદ મળી ગઇ છે ?
જવાબ: હું કંઈ જ નથી છુપાવતો ખુલ્લેઆમ બધી વાત કરું છું.
સવાલ : હાર્દિક પટેલનો બિઝનેસ શું ?
હું 24 કલાક લોકોની વચ્ચે રહું છું લોકોના સહયોગથી જ હાર્દિક આગળ ચાલે છે.
સવાલ : સહયોગ ઓછો થઇ ગયો, મિત્રો અલગ થઇ ગયા ? હાર્દિક જિદ્દી છે તેના પર શું કહેશો ?
જવાબ : 4-5 મિત્રો અલગ થયા તેનું દુઃખ થયું મારી પાસેથી કંઇ ન મળ્યું તે મિત્રો ગયા જરૂર પડશે તો સાચા મિત્રોને હું મનાવીશ. હવે ગમે તેમ કરીને લડાઇ જીતવી છે. મારી ટીમને ગમશે તો હું ઝૂકીશ ભાજપમાં ગયેલા મિત્રોને કદી નહીં મનાવીશ દિનેશ બાંભણિયા અને દિલીપ સાબવા માટે વિચારીશ. સમાજહિતમાં જરૂર પડશે તો હું તૈયાર છું વેલકમ કરવા. ભાજપ છોડીને આવશે તો હું મિત્રોને થેંક્યુ કહીશ. રેશમાબહેનને હવે અનુભવ થઇ રહ્યો છે, ભાજપનો. ભાજપના મશિનમાંથી નીકળો એટલે દૂધે ધોયેલા થઈ જાઓ. ભાજપમાં ગયા પછી તેમનાં પાપો ભુલાઇ જાય છે.
સવાલ : હાર્દિક અનામતની મૂળ વાત ભૂલી ગયા છે ?
જવાબ : આ વાત તદ્દન ખોટી છે.
સવાલ : રાજકારણમાં તમને આવતા રોકવાના પ્રયાસો થઇ રહ્યા છે?
જવાબ : આ વાતને નકારી ન શકાય.
સવાલ : અલ્પેશ સાથેના કાર્યક્રમો પર ઊઠે છે કેમ સવાલ?
જવાબ : ઘણી જગ્યાએ આવા પ્રશ્નો ઊભા થયા છે. સત્યની વાત હશે અને એક મુદ્દાની વાત હશે તો હું રહીશ વ્યક્તિગત હિતની વાત હશે તો હું તેમની સાથે નહીં હોઉં. સરકાર ધારે તો બધું જ કરી શકે
સવાલ : હાર્દિક દેશના રાજકારણમાં જવા માગે છે ?
જવાબ: હું બધાને મળું છું, કારણ કે દેશની સ્થિતિ જાણવા માગું છું. 2019માં કેવું પરિણામ આવશે. ગુજરાતમાં 7થી 8 સીટ કોંગ્રેસ લઇ જશે. કોંગ્રેસે લોકોના મુદ્દા ઉઠાવવા પડશે. કોંગ્રેસ યૂથ અને ખેડૂતોના મુદ્દા ઉઠાવશે તો લોકોને ગમશે.