અમદાવાદઃ હાર્દિક પટેલના ઉપવાસનો આજે 12મો દિવસ છે. હાર્દિકના ચેકઅપ માટે મેડિકલ ટીમ પહોંચી ત્યારે તેણે ચેક-અપનો ઈનકાર કરી દીધો હતો. તેણે યુરિન અને બ્લડ ન આપવાની અને ઇસીજી કરાવવાની ના હતી. પલ્સ, બીપી અને ઓક્સિજનનું પ્રમાણ ચેક કરાયું હતું. ડોક્ટરોએ હાર્દિકને હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"181425","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


બુધવારે હાર્દિકના વજનમાં ભારે વિરોધાભાસ જોવા મળ્યો હતો. મંગળવારે ડોક્ટરોએ જણાવ્યું કે, હાર્દિકના વજનમાં 20 કિલોનો ઘટાડો થયો છે. બુધવારે જ્યારે હાર્દિકનું ચેક કરાયું ત્યારે તેનું વજન મંગળવારની સરખામણીમાં 8.4 કિ.ગ્રા વધુ નોંધાયું હતું. મંગળવારે હાર્દિકનું વજન 58 કિગ્રા હતું, જે બુધવારે 66.4 કિગ્રામ નોંધાયું હતું. 


સિવિલ હોસ્પિટલના ડોક્ટર મનીષા પંચાલે જણાવ્યું કે, આવો વિરોધાભાસ મશીનની ખરાબીને કારણે આવ્યો છે. અમે હાર્દિક અન્ન ન લેતો હોવાથી કિટોસીસ થવાની અને હ્રદયના ધબકારામાં તકલીફ આવવાની સંભાવના વ્યક્ત કરી એડમિટ થવાની સલાહ આપી છે.


હાર્દિકને મળી રહેલું ઠેરઠેર સમર્થન
હાર્દિક પટેલને રાજ્યમાં ધીમે-ધીમે ઠેરઠેર સમર્થન મળી રહ્યું છે. મહેસાણાના વિજાપુરમાં યુવકોએ અને ગોંડલમાં 11 ખેડૂતોએ મુંડન કરાવ્યું હતું. અમરેલીના વાંકિયા અને રાજકોટમાં ખેડૂતોએ હાર્દિકના સમર્થનમાં પ્રતિક ઉપવાસ કર્યા હતા. તેમણે રામધૂન બોલાવી હતી અને જય સરદાર, જય પાટીદારના નારા લગાવ્યા હતા. ખેડૂતોએ વર્ષ 2016/17 ના કપાસના પાકવીમાની પણ માગ કરી હતી. 


[[{"fid":"181424","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


નિવૃત્ત ન્યાયાધિશ સાથે પોલીસનું બેહુદૂ વર્તન 
હાર્દિકને મળવા માટે બુધવારે મહારાષ્ટ્રના નિવૃત્ત ન્યાયાધિશ જે.બી. કોલસે આવ્યા હતા. હાલ તેઓ એક્ટિવિસ્ટ છે અને મહારાષ્ટ્રમાં ચળવળ ચલાવે છે. તેઓ જ્યારે હાર્દિકને મળવા આવ્યાત્યારે પોલીસે તેમનાં ન્યાયમૂર્તિના પદને ધ્યાનમાં ન રાખીને આરોપી જેવું વર્તન કર્યું હતું. 


આ અંગે તેમણે જણાવ્યું કે, આ અઘોષીત કટોકટીની સ્થિતી છે. કોઇ પોલીસ અધિકારીએ મારી સાથે વાત કરી ન હતી. આ સરકારને થોડી પણ શરમ નથી. જો અમારી સાથે આવું વર્તન થતું હોય તો સામાન્ય લોકોની શું સ્થિતિ હશે. ઘણા લોકો મોદીને મારવા આવ્યા અને મોદીએ ઘણા લોકોને મરાવ્યા જે મોદીની ખાસિયત છે. માઓવાદી અમારી સાથે જોડાયેલા ન હતા છતાં તેમને અમારી સાથે સંકળાયેલા જણાવાયા. તેમણે એવો આક્ષેપ પણ લગાવ્યો કે, શાહના કેસવાળા જજ લોયા અને તેની સાથે રહેલા લોકોને મારી નાખવામાં આવ્યા છે. આ યુવક સાચા ઉપવાસ કરે છે અને ભવિષ્યનો આધાર સ્તંભ છે.


[[{"fid":"181426","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]


કોંગ્રેસે મુખ્યમંત્રીનો સમય માગ્યો 
કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ અને અમિત ચાવડા  હાર્દિક પટેલની મુલાકાતે પહોંચ્યા હતા. હાર્દિકના ઉપવાસ મામલે કોંગ્રેસે CMને મળવાનો સમય માગ્યો છે. સાથે જ કોંર્ગેસ દ્વારા સરકાર પર હાર્દિક અને ખેડૂત મામલે પ્રહાર કરવામાં આવ્યા હતા. રાજીવ સાતવે જણાવ્યું કે, હાર્દિક ખેડૂતો માટે ઉપવાસ પર બેઠો છે. ત્યારે સરકારે આ મામલે ચર્ચા કરવી જોઇએ. અમિત ચાવડાએ પણ જણાવ્યું કે, સરકારે આ મામલે નિરાકરણ લાવવું જોઇએ.


તેરે સીને મે નહીં તો મેરે સીને મે સહી, ઇન્કલાબ કી આગ ઝલની ચાહિએ : હાર્દિક પટેલ


હાર્દિક પટેલને સમજાવટના પ્રયાસો જોરશોરથી ચાલું
હાર્દિકની તબિયત ધીમે-ધીમે લથડી રહી છે ત્યારે હવે તેને ઉપવાસના પ્રયાસો પણ જોરશોરથી ચાલુ છે. કોંગ્રેસના ધારાસભ્ય કીરીટ પટેલ, લલિત વસોયા, લલિત કગથરા, ખોડલધામ ટ્રસ્ટના અગ્રણીઓ સહિતના નેતાઓ હાર્દિકના ઘરે પહોંચ્યા હતા અને હાર્દિકને પારણાં કરવા સમજાવ્યો હતો.  જોકે, હાર્દિક પારણાં કરવા તૈયાર નથી.