અમદાવાદ : પાટીદાર સમાજને અનામત અને ખેડૂતોના દેવા માફી માટે ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલને પાટીદાર સમાજની છ સંસ્થાના અગ્રણીઓએ આજે પારણા કરાવ્યા હતા. છેલ્લા 19 દિવસથી ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલે આજે પારણાં કર્યા છે. પારણાં કરાવતા પહેલા યોજાયેલા સમારોહમાં પાટીદાર અગ્રણીઓએ સંગઠન શક્તિ પર ભાર મુક્યો હતો અને જેલમાં બંધ અલ્પેશ કથીરીયાને છોડાવવા માટે તમામ અગ્રણીઓ પોતાના પ્રયાસ કરશે અને સહકાર આપશે એ માટે સૌએ હાથ ઉંચા કરી સંમતિ આપી હતી. પારણાં કર્યા બાદ હાર્દિક પટેલે હૂંકાર કર્યો હતો કે, ઝૂકીશ તો આપ સૌ વડીલો આગળ ઝૂકીશ પરંતુ આ સરકાર સામે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોનાનો સૂરજ ઉગ્યો છે...
પાટીદાર અગ્રણી સી.કે.પટેલે કહ્યું કે, મને લાગે છે કે આજે સોનાનો સૂરજ ઉગ્યો છે. આજે સંઘ શક્તિને જ લોકો નમે છે. પરંતુ આપણે પ્લાનિંગ સાથે કામ કરવું પડે નહીં તો વાવે જ જાવ. આપણે બધા સમાજના હિત માટે કામ કરીએ છીએ. સમાજની ગરીબ માતાઓ કે જે જમીન વેચીને છોકરાઓને ભણાવે છે. આવા ભાઇ બહેનો માટે કામ કરવાનું છે. આજે પણ મારા હાથમાં ખેતરમાં કામ કર્યાના નિશાન છે. ખેતર કામ કરતાં જ અમેરિકા ગયો હતો. આવી માતાઓ માટે હાર્દિકભાઇ કામ કરે છે. એ માટે ધન્યવાદ આપું છું. આપણે તકેદારી રાખવાની છે. ક્યાંય કોઇ તૂટ પાડી ન જાય એનું ધ્યાન રાખવાનું છે. આ સમાજે સૌની ચિંતા કરી છે. તમારી તાકાતને તોડવા માટે ઘણા પ્રયત્ન થશે, તમને વહેંચી નાંખવા ઘણા પ્રયત્ન થશે. પરંતુ આપણી જે લડત છે એમાં આપણે સાથે રહીએ, આપણી તાકાતના સરવાળા કરીએ. આજે હાર્દિક પારણાં કરે છે એનો આનંદ છે. જ્યાં સુધી સરકાર નહીં સાંભળે ત્યાં સુધી વાર્તાલાપ કરાશે કોઇ કચાશ રાખવામાં નહીં આવે.


ટુકડાથી અમે સંતુષ્ઠ થવાના નથી
પાટીદાર અગ્રણી પ્રહલાદભાઇ પટેલે જય જવાન જય કિસાનનો લલકાર કરી કહ્યું કે, હાર્દિકના મગજમાંથી સમાજની સેવા માટે જે મુદ્દા હતા એ સરકાર સામે રજૂ કર્યા પરંતુ સંતોષકારક જવાબ ન મળતાં સમાજની સંસ્થાઓ ચિંતિત થઇ, એની તંદુરસ્તીને જોખમ થઇ રહ્યું છે ત્યારે અમે નક્કી કર્યું કે એ પારણાં કરે અને મા ઉમિયાના આશીર્વાદથી વધુ તાકાત મેળવે. કોઇપણ સમાજના વિકાસ માટે ધન સંપત્તિ શિક્ષણ બધુ જ હશે પરંતુ જો એ માટે કોઇ મુસીબત ઉભી થાય તો સમજી લેજો કે સંગઠન શક્તિ નથી. જો મુઠ્ઠી એક થાય તો મોટા ચમરબંધીને પણ રોકાઇ જવું પડે છે. તમે અમને ટુકડા આપી દો તો અમે સંતુષ્ઠ નથી થવાના. અમારા બાળકો, કિસાનો જે ગામડાંમાં છે એમનું અપમાન થતું હોય તો સમાજના યુવાનોએ આગળ આવું પડે. અમે તો પાકા પાનના છીએ. અમે તો તમારૂ માર્ગદર્શન આપી શકીએ છીએ. એને કેમ ધપાવવું એ તમારે આગળ વધવાનું છે. અમારો સહકારો સદાય છે. સમાજની પ્રગતિ કરો 


જો જો કોઇ ભાગ ન પાડી જાય, સંગઠીત રહેજો
ખોડલધામ સંસ્થાના અગ્રણી નરેશભાઇ પટેલે કહ્યું કે, આજે મને જ્યારે ખબર પડી કે હાર્દિકભાઇ પારણાં કરવા તૈયાર થયા છે એ જાણી ઘણો આનંદ થયો. ફક્તને ફક્ત મને હાર્દિકના સ્વાસ્થ્ય માટે ચિંતા હતી. અગ્રણીઓએ સમાજની ચિંતાની વાત કરી મારે ફક્ત અહીં સંગઠનની વાત કરવી છે. વિવિધ સંસ્થાઓ અને પાસથી સંગઠનની જ્યોત જાગી છે. આ સંગઠન જો જો આજે છે કાલે નહીં હોય. આ સંગઠન અને જવાબદારી તમારા ખભે આવવાની છે. આવતી પરિસ્થિતિઓનો સામનો પણ તમારે કરવાનો છે. સમજીને કામ કરવાનું છે. જો જો કોઇ આવીને ભાગ ન પાડી જાય. એ સમજવાનું છે. સંગઠીત રહેજો અને સાથે રહેજો. 


હાર્દિક પટેલે ઉપવાસ કેમ છોડ્યા?
છેલ્લા 19 દિવસથી ઉપવાસ કરી રહી રહેલ પાસ કન્વિનર હાર્દિક પટેલ આજે બપોરે ઉપવાસ છોડશે. બપોરે ત્રણ વાગે સમાજના વડીલોના હાથે પારણાં કરશે એવું પાસ નેતા મનોજ પનારાએ આજે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું છે. પત્રકારોને વિગત આપતાં મનોજ પનારાએ કહ્યું કે, સમાજના વડીલોએ અમને કહ્યું કે, સરકાર સાંભળતી નથી. સરકાર એવું ઇચ્છી રહી છે કે હાર્દિક બિમાર થાય અને પહેલા જેવો લડવૈયો ન રહે. પરંતુ અમારે સિંહ જેવો હાર્દિક જોઇએ છે.



હાર્દિક પટેલના વધુ ન્યૂઝ જાણવા અહીં ક્લિક કરો


નીતિન પટેલે હાર્દિક પટેલના પારણાને આવકાર્યા...