હાર્દિક પટેલનો ગરબો રમતા વાઈરલ વીડિયોની હકીકત પરથી ઊંચકાયો પડદો
પાટીદાર નેતા હાર્દિક પટેલને પહેલા સભા અને બાદમાં ઉપવાસ આંદોલન કરતો તમે જોયો હશે. શું તમે ક્યારેય આ પાટીદાર યુવા નેતાને ગરબા રમતા જોયો છે? હાર્દિક અને ગરબા...ના હોય... એવું તમે પણ વિચારતા હશે. પરંતુ આ વીડિયો તમારી બધી પૂર્વધારણાઓ દૂર કરી દેશે. હાર્દિકનો ગરબા રમતો વીડિયો વાઈરલ થયો છે. વીડિયોમાં હાર્દિક ગરબા રમતો હોય તેવું સ્પષ્ટપણ દેખાઈ રહ્યો છે. ત્યારે હાર્દિકના આ ગરબાનું કનેક્શન પણ તમને જાણવું ગમશે.
ગુજરાત : પાટીદાર નેતા હાર્દિક પટેલને પહેલા સભા અને બાદમાં ઉપવાસ આંદોલન કરતો તમે જોયો હશે. શું તમે ક્યારેય આ પાટીદાર યુવા નેતાને ગરબા રમતા જોયો છે? હાર્દિક અને ગરબા...ના હોય... એવું તમે પણ વિચારતા હશે. પરંતુ આ વીડિયો તમારી બધી પૂર્વધારણાઓ દૂર કરી દેશે. હાર્દિકનો ગરબા રમતો વીડિયો વાઈરલ થયો છે. વીડિયોમાં હાર્દિક ગરબા રમતો હોય તેવું સ્પષ્ટપણ દેખાઈ રહ્યો છે. ત્યારે હાર્દિકના આ ગરબાનું કનેક્શન પણ તમને જાણવું ગમશે.
તાજેતરમાં હાર્દિક પેટલે કરેલું ઉપવાસ આંદોલન ચર્ચામાં રહ્યું હતું. જેમાં તેનું 20 કિલો જેટલું વજન ઘટી ગયું હતું. તેના બાદ હાર્દિક ફરીથી જાહેરજીવનમાં એક્ટિવ થયો છે. આ વચ્ચે જ હાર્દિક પટેલનો એક વીડિયો સોશિયલ મીડિયામાં છવાયો છે. આમ તો હાર્દિક પટેલ પહેલેથી જ ગુજરાતથી લઈને નેશનલ ન્યૂઝમાં સતત છવાયેલો રહે છે. ત્યારે તેના ગરબા રમતા વીડિયોએ સૌને ચોંકાવી દીધા છે. ઢોલીડા ઢોલ રે વગાડ.. ગીત પર હાર્દિક પટેલ હીંચ લેતો નજરે આવી રહ્યો છે. ગરબાના તાલ પર હાર્દિક એકદમ મગ્ન થયેલો દેખાઈ રહ્યો છે.
વીડિયોની રિયાલિટી
ગરબા રમતો વીડિયો હાર્દિકનો જ છે તેની પુષ્ટિ થઈ ચૂકી છે. રશેષ ખેતાન નામની વ્યક્તિના યુટ્યુબ ચેનલ પર હાર્દિકનો આ વીડિયો જોવા મળે છે. જેમાં નીચે લખ્યું છે કે, જિંદાર નેચર ક્યોર ઈન્સ્ટિટ્યૂટમાં તંદુરસ્તી મેળવી રહેલો હાર્દિક પટેલ.
હાલમાં જ મોરબી જીલ્લાના બગથળા ગામે હાર્દિક પટેલે એક દિવના પ્રતિક ઉપવાસમાં હાજરી આપી હતી. ત્યારે તેના નજીકના નેતા પાસેથી મળેલી માહિતી મુજબ, ઉપવાસ આંદોલન બાદ અને 20 કિલોનું વજન ઘટી ગયા બાદ હાર્દિક પટેલ તાજેતરમાં જ બેંગ્લોરની જિંદાલ નેચ ક્યોર ઈન્સ્ટિટ્યૂટમાં સારવાર લેવા માટે ગયો હતો. જ્યાં તેને જુદીજુદી એક્ટિવિટી કરાવવામાં આવી હતી. જેમાં કલ્ચરલ પ્રોગ્રામ દરમિયાન ત્યાં હાજર રહેલા લોકોએ હાર્દિક પટેલને ગરબા લેવા માટે અનુરોધ કર્યો હતો. જેથી તેમની લાગણીને માન આપીને તેણે ગરબાના સ્ટેપ્સ લીધા હતા.