મહેસાણા : ઊંઝા વિધાનસભાની બેઠક પર થોડા દિવસ પહેલા કોંગ્રેસના ધારાસભ્ય આશાબેન પટેલ રાજીનામું આપીને ભાજપમાં જોડાતા હલે 21 ઊંઝા વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાવા જઇ રહી છે. ઊંઝા વિધાનસભાન મત વિસ્તારોમાં હાર્દિક પટેલને અનુલક્ષીને પોસ્ટરો લગાવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પોસ્ટરોમાં લખવામાં આવ્યું છે, કે 21- ઊંઝા વિધાનસભાની પેટા ચૂંટણીમાં યુવા દિલોની ઘડકન હ્રદય સમ્રાટ એવા હાર્દિક પટેલ આવે છે. આ પ્રકારના પોસ્ટરો વાયરલ થતા અનેક તર્ક વિતર્કો થઇ રહ્યા છે. લોકોનું માનવું છે. કે હાર્દિક ઊંઝા વિધાનસભાની પેટા ચૂંટણી લડી શકે છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા પોસ્ટરોથી ઊંઝામાં રાજકારણ ગરમાયું છે.


લોકસભામાં ગુજરાતની આ 4 સીટ જીતવી ભાજપ માટે જ નહિ, PM મોદી માટે પણ અઘરી છે!!!


નોઘનિંય છે, કે હાર્દિકે થોડા દિવસ પહેલા લોકસભાની ચૂંટણી લડવાના સંકેત આપ્યા હતા. અને હવે ઊંઝા વિધાનસભાની ચૂંટણીના પોસ્ટરો લાગતા એવું લાગી રહ્યું છે, હાર્દિક અહિંથી ચૂંટણી લડી શકે છે. ત્યારે સોશિય મીડિયામાં એવી વાતો પણ વહેતી થઇ છે, કે હાર્દિક પટેલ અહિં થનારી વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે ઊંઝા આવી રહ્યો છે.