અમદાવાદ : હાર્દિક પટેલે અલ્પેશ ઠાકોર અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા. કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાવા જઇ રહેલા અલ્પેશ ઠાકોર મુદ્દે અણીયારા સવાલા કરતાં હાર્દિક પટેલે આડકતરો ઇશારો કર્યો છે આ માત્રને માત્ર સત્તા માટેનું સમીકરણ છે. કોંગ્રેસ સત્તામાં નથી ત્યારે કોંગ્રેસ છોડી ભાજપમાં જવાનો અર્થ એવો થાય કે આ સત્તા માટે જ છે. હાર્દિક પટેલે સરકાર અને ભાજપની નીતિ સામે પણ આકરા સવાલ કર્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાર્દિક પટેલે ઝી 24 કલાક સાથેની મુલાકાતમાં કહ્યું કે, ખૂબ નવાઇ લાગે છે. ખતરો એ લોકો માટે નથી પરંતુ જનતા માટે છે. કે જેમણે એમના પર વિશ્વાસ મુક્યો હતો. છ મહિના પછી ભાજપ સારૂ નહીં લાગે તો કોંગ્રેસમાં આવશે? આવા લોકો સામે કોઇ સવાલ નથી કરતું. જે કરે એમની સામે આંગળીઓ ચીંધવામાં આવે છે. ગુજરાતના લોકો દુ:ખી છે ત્યારે ચર્ચા કરવાને બદલે કે ઉકેલ લાવવાને બદલે તમે કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદી રહ્યા છે આ વાત દુખી કરનારી છે. 


લેટેસ્ટ ન્યૂઝ જાણકા અહીં ક્લિક કરો...