અમદાવાદ : વિસનગર ધારાસભ્યની ઓફિસમાં તોડફોડના કેસમાં વિસનગર કોર્ટે આજે ચૂકાદો આપતાં પાસ નેતા હાર્દિક પટેલ, લાલજી પટેલને બે વર્ષથી કેદની સજા ફટકારી છે. સજાના એલાન બાદે પ્રેસ કોન્ફરન્સમાં હાર્દિકે પત્રકારોને કહ્યું કે, સરકારને જે કરવું હોય એ કરે. જે સજા કરી છે એનાથી હું ડરતો નથી. ન્યાય માટે અમે ઉપલી કોર્ટમાં જઇશું. સજાનો ડર બતાવી હુ ડરીશ નહીં. મારા ઉપવાસ ચાલુ જ રહેશે. છેલ્લી આરપારની લડાઇમાં અમે ન્યાય મેળવીશું. જો સરકાર અંગ્રેજ બનશે તો હું ભગતસિંહ છું. આ લડાઇ વ્યક્તિની નથી વિચાર સાથેની છે. પત્રકારો દ્વારા પુછાયેલા સવાલના જવાબમાં  હાર્દિકે ચૂંટણી લડવાની પણ તૈયારી બતાવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાર્દિક પટેલે કહ્યું કે, અમે ઘણી બધી રજૂઆતો કોર્ટમાં કરી પરંતુ લોકશાહીની હત્યા થતી દેખાઇ, ફરિયાદમાં હાર્દિક પટેલ, વિસનગરનો ઉલ્લેખ છે. તપાસ પણ એ મુજબ થઇ છે. હું લાલજીભાઇ કાર્યક્રમ પતાવી નીકળી ગયા હતા. ઘટના બાદમાં થયાનો ઉલ્લેખ છે. છતાં ગુજરાતમાં હાલની સ્થિતિ જોતાં એવું લાગી રહ્યું છે કે 


25 તારીખે જે આમરણાંત ઉપવાસ થવાના છે એ ચાલું જ રહેવાના છે. કોઇ એવું માનતું હોય કે, સજા આપીને હાર્દિકને ડર બતાવીશું તો મને એવું લાગે છે અમે ઘરે બેસી રહીએ એ મારા સ્વભાવમાં નથી. આજે એક વાત સ્પષ્ટ થઇ ગઇ છે કે ભાજપના એવા નેતાઓ કે ઉછળીને કહેતા હતા કે રાજદ્રોહ સહિતના કેસ પરત કરીશું. પરંતુ આ એક ઓફિસમાં તોડફોડનો કેસ એમને ફસાવવા જ થયાનું લાગે છે. 


અમે સેશન્સ કોર્ટના ચુકાદાના વિરોધમાં ન્યાય માટે ઉપલી કોર્ટમાં જઇશું. મને કોર્ટમાં ભરોસો છે. પરંતુ આ ભરોસાના આધીન અમારી એક જ વાત છે કે અમે એવા લોકોની વિચારધારણા તોડવા માંગીએ છીએ. હું દાવા સાથે કહું છે એ ઉપવાસ સૌથી મોટા અને ચર્ચાસ્પદ બની રહેશે. 


હાર્દિક પટેલે લોકસભાની ચૂંટણી ન લડે એ માટે આ બધુ થઇ રહ્યું છે પરંતુ મારે એ લોકોને કહેવું છે કે અમે આ માટે બહાર આવ્યા નથી. મને ગુજરાતના લોકો પર ભરોસો છે. અમે ડરી જઇએ એમ નથી. ઉપવાસની મંજૂરી માંગી છે. આશા રાખું કે સરકાર મંજૂરી આપશે. પરંતુ 25 વર્ષના યુવાનથી આ સરકારને ડર કેમ લાગે છે. સરકારને વિપક્ષથી જેટલો ડર નથી લાગતો એટલો આંદોલનકારીઓથી લાગી રહ્યો છે. બે વર્ષથી સજા આપી છે. પરંતુ હું આવી સજાથી ડરતો નથી. અમે ઘરેથી કફન બાંધીને નીકળ્યા છીએ. ગુજરાતમાં શાંતિ બની રહે એ માટે જ અમે 


છેલ્લી આરપારની લડાઇમાં અમે ન્યાય ચોક્કસ મેળવીશું. અમે તાલુકે તાલુકે બેઠકો પર ચાલુ કરીશું. હુ દાવા સાથે કહીશ કે ભાજપની સરકાર કોઇ પણ હદે જઇ શકે છે. જે નેતાઓના 20 વર્ષોથી કેસ ચાલી રહ્યા છે પરંતુ અમારા કેસ ઝડપથી ચાલી રહ્યા છે. સરકારને ફરીથી કહુંશું કે જે કરવું હોય એ કરી લો, હું લોકશાહીમાં માનું છું. પરંતુ જો સરકાર ઠોકશાહી બનવા જશે તો અમે પણ બનીશું. સરકાર અંગ્રેજ બનશે તો હું ભગતસિંહ બનીશ.અમે અનામત માંગીએ છીએ ભીખ નથી માંગતા.