અમદાવાદ: ગુજરાતના પાટીદાર નેતા હાર્દિક પટેલે આખરે જાહેરાત કરી દીધી છે, કે તે લોકસભા 2019ની (Lok Sabha Elections 2019) ચૂંટણી લડશે. હાર્દિકએ તેના એક નિવેદનમાં તેણે એ વાતની સ્પષ્ટતા નથી કરી કે તે કઇ પાર્ટીથી અને કઇ સીટ પરથી ચૂંટણી લડશે. પરંતુ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ હાર્દિક પટેલ વહેલી તકે કોંગ્રેસમાં જોડાણ કરશે અને અમરેલી સીટ પરથી ચૂંટણી લડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે, કે 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અમરેલીની તમામ 5 વિધાનસભાની બેઠક પર કોંગ્રેસની જીત થઇ હતી. અને ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા પણ અમરેલીથી જ આવે છે. એવામાં હાર્દિક પટેલ માટે અમરેલી બેઠક એક દમ યોગ્ય વિકલ્પ માનવામાં આવે છે. અને અમરેલી જિલ્લામાં સૌથી વધારે પાટીદારો હોવાથી હાર્દિક પટેલ આ વિસ્તારમાંથી ચૂંટણી લડે તેવી શક્યતાઓ દેખાઇ રહી છે. હાર્દિકના લોકસભાની ચૂંટણી લડવાના નિર્ણયને કારણે લોકસભાની ચૂંટણી પહેલા જ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. જ્યારે હંમેશા રાજનીતિથી દૂર રહેવાના દાવા કરનાર હાર્દિક પટેલે લોકસભાની ચૂંટણી આવતાની સાથે જ રાજનીતિમાં એન્ટ્રી મારવાનો નિર્ણય કરી લીધો છે.


નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની જાહેરાત, હવે 24 કલાક દુકાનો ખુલ્લી રાખી શકાશે


જૂના સાથીઓ બોલ્યા સમાજ સાથે કર્યો દગો 
હાર્દિક પટેલના ચૂંટણી લડવાના નિર્ણયથી 2019 લોકસભાની ચૂંટણી મહત્વની થઇ શકે છે. હાર્દિક પટેલના આ નિર્ણયથી હાર્દિકના જૂના સાથી લાલજી પટેલ અને દિનેશ બાંભણીયાએ પ્રતિક્રિયા આપી કે, હાર્દિકે પાટીદાર સમાજ સાથે દગો કર્યો છે, જ્યારે કોંગ્રેસે હાર્દિકની આ એન્ટ્રીનું સ્વાગત કર્યું હતું. 


ઉલ્લેખનીય છે કે, છેલ્લાં કેટલાક સમયથી હાર્દિકનું કોંગ્રેસ પ્રત્યેનું સમર્થન સામે આવ્યું હતું. સામાજિક આંદોલનનો ચહેરો હાર્દિક પટેલ વર્ષ 2015થી ચર્ચામાં આવ્યો હતો. તેણે અનામત આંદોલનથી લોકજુવાળ પેદા કર્યો હતો. ત્યાર બાદ ગુજરાતમાં અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણી જેવા યુવા નેતાઓ પણ ઉભા થયા હતા. જેમાં અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણીએ વિધાનસભાના ઈલેક્શનમાં ઝંપલાવ્યું હતું. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસનો હાથ પકડીને રાધનપુથી ઈલેક્શન લડ્યું હતું, તો જિજ્ઞેશ મેવાણીએ વડગામથી અપક્ષ તરીકે ઈલેક્શન લડ્યું હતું. ત્યારે હવે યુવા નેતાઓનો ત્રીજો ચહેરો હાર્દિક પટેલ પણ રાજકારણમાં ઝંપલાવી રહ્યો છે.  


ધાર્મિક માલવીયાની પ્રતિક્રિયા...
હાર્દિકની લોકસભા ચૂંટણી લડવાના મુદ્દે ધાર્મિક માલવીયાએ કહ્યું કે, મીડિયા છેલ્લા કેટલાક દિવસથી ચલાવી રહ્યું છે. પાસની કોર કમિટીની બેઠકમાં આ મુદ્દે ચર્ચા થશે. ચર્ચા બાદ નક્કી કરાશે કે ચૂંટણી લડવી કે નહિ. યુવાનો રાજનીતિમાં આવે તે વર્તમાન સમયની માંગ છે. 


શું કહ્યું દિનેશ બાંભણિયાએ...
હાર્દિક પટેલની ચૂંટણી લડવાના મુદ્દા ઉપર એક સમયના એના સાથીદાર દિનેશ બાંભણીયાએ આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, હાર્દિક પટેલનો નિર્ણય સમાજ સામેનો‌ દ્રોહ છે.