• રાજ્ય સરકારે કોર્ટમાં કહ્યું હતું કે, હાર્દિક પટેલ સામે ગંભીર ગુનો હોવાથી રાજ્યની બહાર ન જવા દેવો યોગ્ય નથી.

  • હાર્દિક પટેલે રાજ્ય બહાર જવા માટેની શરતો હળવી કરવાની કોર્ટ સામે માંગણી કરી હતી


આશ્કા જાની/અમદાવાદ :રાજ્ય બહાર જવાની માંગણી સાથે એક વાર ફરી કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ (hardik patel) કોર્ટના શરણે ગયા હતા. હાર્દિકે પટેલે રાજ્ય બહાર જવા પરમિશન માંગતી અરજી કરી હતી. ત્યારે કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ હાર્દિક પટેલની અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. હાર્દિક પટેલે રાજ્ય બહાર જવા માટેની શરતો હળવી કરવાની કોર્ટ સામે માંગણી કરી હતી. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હોવાથી અન્ય રાજ્યોમાં જવું પડતું હોય છે તેવું તેમણે પોતાની અરજીમાં કહ્યું હતું. પરંતુ હવે કોર્ટે તેમની માંગણી ફગાવી દીધી છે. 


આ પણ વાંચો : માત્ર 10 ચોપડી ભણેલા ગુજરાતના ઉદ્યોગપતિ રમેશ ટીલાળાએ 7 ઈન્ડસ્ટ્રી ઉભી કરી, સંઘર્ષ જ એમનો શોખ છે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાર્દિકે અન્ય રાજ્યમાં જવા મંજૂરી માંગી હતી
રાજ્ય સરકારે હાર્દિકની અરજી સામે વિરોધ કર્યો હતો. રાજ્ય સરકારે કોર્ટમાં કહ્યું હતું કે, હાર્દિક પટેલ સામે ગંભીર ગુનો હોવાથી રાજ્યની બહાર ન જવા દેવો યોગ્ય નથી. અન્ય રાજ્યની શાંતિની ભંગ થતી હોવાની સરકારે કોર્ટમાં રજૂઆત કરી હતી. ત્યારે હાર્દિક પટેલે જામીન શરતોમાં રાહત માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. જેની સુનવણી આજે હાથ ધરાઈ હતી. હાર્દિક પટેલે 3 મહિના સુધી ગુજરાત છોડવાની મંજૂરી માંગી હતી. 


આ પણ વાંચો : ઘેર-ઘેર જેના ભજનો ગવાતા તે બાળકને હવે ઓળખવો મુશ્કેલ છે, વરુણ ધવન જેવો સ્માર્ટી દેખાય છે


રાજ્ય સરકારે અરજીનો વિરોધ કર્યો 
રાજ્ય સરકારે હાર્દિક પટેલની અરજી સામે વિરોધ કર્યો હતો. હાર્દિક પટેલ સામે ગંભીર ગુનો હોવાથી રાજ્યની બહાર ન જવા દેવો નથી તેવી સરકારે કોર્ટમાં રજૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલને રાજ્યની બહાર નહિ જવાની શરતે કોર્ટે જામીન આપ્યા છે.


આ પણ વાંચો : ઢાબા સ્ટાઈલની કટિંગ ચાની યાદ આવે છે, તો હવે આ રેસિપીથી ઘરમાં બનશે એવી ચા