ગૌરવ પટેલ, અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે હાર્દિક પટેલ કોંગ્રેસના નેતાઓથી નારાજ ચાલી રહ્યો છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસની નબળી નેતાગિરી અને નિર્ણય લેવાની શક્તિને લઇને હાર્દિક પટેલ નારાજ હતા. ત્યારે છેલ્લા કેટલાક સમયથી અટકળો ચાલી રહી હતી કે હાર્દિક પટેલ કોંગ્રેસમાંથી રાજીનામું આપી શકે છે. ત્યારે ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજ્યમાં કોંગ્રેસની સંભાવનાઓને મોટો આંચકો લાગ્યો છે. ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ રહી ચૂકેલા હાર્દિક પટેલે બુધવારે રાજીનામું આપી દીધું છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube