ખેડૂતો અઢી વર્ષે બળદ પણ બદલે છે તો 25 વર્ષથી ખુંટિયાઓ કેમ નથી બદલતા : હાર્દિક
ભાજપનાં રાજમાં ખેડૂતોનાં શરીરો લેવાઇ ગયા છે પરિસ્થિતિ ખુબ જ વિપરીત બની છે : ખેડૂતોની પરિસ્થિતિ ખરાબ છે
જસદણ : હાર્દિક પટેલે આજે જસદણ ખાતે રોડ શો તો આટકોટમાં ખેડૂત સભાનું આયોજન કર્યું હતું. સભામાં હાર્દિક પટેલે જણાવ્યું કે, આજે તડકો નથી આવતા એટલે વિજય નક્કી છે. શું પાક વીમો બધા ખેડૂતોને મળી ગયો. ખેડૂતોનાં શરીર લેવાઇ ગયા છે. સરકાર આવશે તો કપાસનાં 1500 આપીશ તેવું કહીને સત્તામાં આવેલ ભાજપે વચન પાળ્યું નથી. આપણાં ખેડૂતો અઢી વર્ષે બળ બદલતા હોય છે પરંતુ 25 વર્ષથી સરકારમાં બેઠેલ ખુંટિયાઓને બદલાવવાની હવે જરૂર છે.
હાર્દિકે વધુમાં જણાવ્યું કે, રાષ્ટ્રપતિ તો ભારતનાં પ્રથમ નાગરિક કહેવાય તે કોઇ પક્ષનાં ન હોઇ શકે તેમ છતા પણ તેમનો પણ ઉપયોગ કરી લીધો. પાણી વગરનાં રૂપાણીએ 0 ટકાએ લોન આપીશું તેવું કહ્યું તો શું તમને લોન મળી છે ? ખેડૂતોને ગુલામી કરવાની આદત પડી ગઇ છે. માર્કેટ યાર્ડમાં પણ ભાજપ સાથે જોડાયેલા હોય તેની ખરીદી પહેલા થાય છે. તો બાકીનાં ખેડૂતો શું ઓબામાને પોતાનો માલ વેચવા જશે. શું ખેડૂતો આંદોલન કરશે તો જ સરકાર સાંભળશે. ચૂંટણીમાં તમારે જેને મત આપવો હોય તેને આપજો પરંતુ ભાજપને તો આપતા જ નહી. અત્યારનાં ખેડૂતનો દીકરો ખેડૂતનો દિકરો ખેડૂત બનવાનું વિચારતો નથી.
ભાજપની સરકારે આપણા 24 છોકરાઓને મારી નાખ્યા. આપણે ગોરાઓથી આઝાદી મળી છે, પરંતુ આમના ગુલામ બની ગયા છીએ. હું કોણ રાજકારણ કરવા માંગતો નથી. કોઇ પણ હોસ્પિટલનું ઉદ્ધાટન કરવું હોય તો ભાજપનાં નેતાઓને શા માટે બોલાવો છો. 19 ડિસેમ્બરે અહંકારની હાર થઇ તેવા સમાચારો હું વાંચવા માંગુ છું. ભાજપને ઉખેડવાની નહી પરંતુ દાટી દેવાની વાત કરી રહ્યો છું.