સુરત આગકાંડમાં વિદ્યાર્થીઓને ન્યાય નહિ મળે તો હાર્દિક પટેલ ઉપવાસ પર ઉતરશે
સુરતના આગ કાંડમાં 22 વિદ્યાર્થીઓની વગર વાંકે જિંદગી હોમાઈ. જેઓ હોંશેહોંશે ક્લાસમાં ગયા હતા, તેઓને ખબર ન હતી. સુરત આગ ઘટના બાદ હવે રાજ્ય સરકાર પૂર બાદ પાળ બાંધવા નીકળી હોય તેમ સપાટો બોલાવી રહી છે. જેમ નવી વહુના નવ દહાડા હોય, તેમ ગુજરાત સરકાર હાલ તો કાર્યવાહી કરી રહી છે, પણ બાદમાં શું. શું આ ટૂંક સમયમાં જ લેવાનારા પગલા છે કે, પછી સરકાર બાળકોના ભવિષ્ય વિશે પણ વિચારશે. ત્યારે આ ઘટના બાદ જો સરકાર કોઈ પગલા નહિ લે તો કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે આજે સાંજે સુરતમાં ઉપવાસ આંદોલન પર બેસવાનું નક્કી કર્યું છે.
તેજશ મોદી/સુરત :સુરતના આગ કાંડમાં 22 વિદ્યાર્થીઓની વગર વાંકે જિંદગી હોમાઈ. જેઓ હોંશેહોંશે ક્લાસમાં ગયા હતા, તેઓને ખબર ન હતી. સુરત આગ ઘટના બાદ હવે રાજ્ય સરકાર પૂર બાદ પાળ બાંધવા નીકળી હોય તેમ સપાટો બોલાવી રહી છે. જેમ નવી વહુના નવ દહાડા હોય, તેમ ગુજરાત સરકાર હાલ તો કાર્યવાહી કરી રહી છે, પણ બાદમાં શું. શું આ ટૂંક સમયમાં જ લેવાનારા પગલા છે કે, પછી સરકાર બાળકોના ભવિષ્ય વિશે પણ વિચારશે. ત્યારે આ ઘટના બાદ જો સરકાર કોઈ પગલા નહિ લે તો કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે આજે સાંજે સુરતમાં ઉપવાસ આંદોલન પર બેસવાનું નક્કી કર્યું છે.
પોતાના ટ્વિટર એકાઉન્ટ પર હાર્દિક પટેલે લખ્યું છે કે, સુરતની આગની ઘટનામાં હું સ્વર્ગીય બાળકોના પરિવારને આજે મળીશ. સરકારને હું 12 કલાકનો સમય આપું છું કે સુરત મેયરનું રાજીનામુ લેવામાં આવે. તેમજ ગેરકાયદેસરક બિલ્ડીંગ બનાવવાની પરમિશન આપનાર અધિકારી તેમજ સમયસર ઘટનાસ્થળે ન પહોંચનાર ફાયર બ્રિગેડના અધિકારી પર પગલા લેવામાં આવે. ગુજરાતની ભાજપા સરકાર સ્વર્ગીય થયેલા બાળકોના પરિવારને ન્યાય નહિ આપે તો આજે સાંજે હું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ સામે ઉપવાસ પર બેસીશ. એક તરફ માતમ છે, તો બીજી તરફ ભાજપ સરકાર પોતાના વિજય ઉત્સવમાં વ્યસ્ત છે. સૂરતની જનતા પાસેથી કરોડોનો ટેક્સ લેવામાં આવે છે, પણ સુવિધા નથી.
હાર્દિક પટેલે અન્ય એક ટ્વિટમાં લખ્યું કે, સુરતમાં આગની ઘટના બાદ મને લાગ્યું હતું કે, સરકાર બાળકોના પરિવારને ન્યાય આપશે, પણ અત્યાર સુધી કોઈ કડક કાર્યવાહી કરાઈ નથી. હું સુરતમાં આગની ઘટનામાં સ્વર્ગીય થયેલા બાળકોના પરિવારને ન્યાય અપાવીશ અને પોતાની જવાબદારીથી દૂર ભાગનારા અધિકારીઓને સજા અપાવીને રહીશ.