VIDEO: કેન્દ્રીય મંત્રીએ હાર્દિક વિશે આપ્યું મોટું નિવેદન, કહ્યું-અનામત ઈચ્છતા હોય તો..
કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે સુરતની મુલાકાતે આવ્યાં. અહીં તેમણે એક પ્રેસ કોન્ફરન્સ કરી, જેમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલ વિશે મોટું નિવેદન આપ્યું.
તેજસ મોદી/સુરત: કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે સુરતની મુલાકાતે આવ્યાં. અહીં તેમણે એક પ્રેસ કોન્ફરન્સ કરી, જેમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલ વિશે મોટું નિવેદન આપ્યું. જો કે તેમની આ પ્રેસ કોન્ફરન્સમાં ખુબ હોબાળો પણ મચ્યો. કેટલાક લોકોએ કાળા વાવટા બતાવ્યાં હતાં. તેમણે હાર્દિક વિશે કહ્યું કે હાર્દિક પટેલના લીધે ગુજરાતમાં ભાજપની બેઠકો ઘટી. પટેલ સમાજ ભાજપનો સમર્થક રહ્યો છે. દલિત, રાજપૂત અને પાટીદારોએ એકબીજા સામે લડવું જોઈએ નહીં. તેમણે કહ્યું કે હાર્દિક પટેલ અનામત ઈચ્છતો હોય તો તેણે એનડીએનું સમર્થન કરવું જોઈએ.
કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ રાહુલ ગાંધી ઉપર પણ કટાક્ષ કર્યો હતો અને કહ્યું કે, ગુજરાતમાં કોંગ્રેસને સારુ સમર્થન મળ્યું છે તે હાર્દિક પટેલના કારણોસર છે. રાહુલ ગાંધીને ગુજરાતમાં સારું સમર્થન મળ્યું છે. પણ રાહુલ સપનામાં પીએમ બને, હકીકતમાં નહીં. આ ઉપરાંત વડગામના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી ઉપર પણ આકરા પ્રહારો કર્યા હતાં.
કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ કહ્યું કે હાર્દિક પટેલ નરેન્દ્ર મોદી અને એનડીએ-ભાજપને સપોર્ટ કરે. હાર્દિક પટેલના લીધે ગુજરાતમાં ભાજપની બેઠક ઘટી. કોંગ્રેસની બેઠકમાં વધારો થયો. પટેલ સમાજ ભાજપનો સમર્થક રહ્યો છે.પાટીદાર સહિત અન્ય સમાજને અનામત મળવી જોઈએ.