`મેં પક્ષને ઘણું આપ્યું છે, પક્ષે મને કશું નથી આપ્યું` એવા હાર્દિકના નિવેદન મામલે મનીષ દોશી `લાલચોળ`
ગુજરાત કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ અને કોંગ્રેસ નેતાઓ વચ્ચે ચાલતા વિવાદનો મામલે કોંગ્રેસથી નારાજ હાર્દિક પટેલને પાર્ટી પ્રવક્તા મનીષ દોશીએ સલાહ આપીને જણાવ્યું છે કે હાર્દિક પટેલે પક્ષની મર્યાદામાં રહીને વાત કરવી જોઈએ. જાહેર માધ્યમોમાં વાત ન કરવા હાર્દિકને સૂચના અપાઈ છે.
ઝી ન્યૂઝ/અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે હાર્દિક પટેલ કોંગ્રેસના નેતાઓથી નારાજ ચાલી રહ્યો છે. આખરે નરેશ પટેલના કહેવાથી તેણે સોમવારે સાંજે અહેવાલ મળ્યા હતા કે તેણે કોંગ્રેસ હાઈકમાન્ડ રાહુલ ગાંધી સાથે રજૂઆત કરવાના સમય માંગ્યો છે. પરંતુ આખરે પાર્ટીમાં હાર્દિકને કયા પ્રકારની નારાજગી ચાલી રહી છે તે સામે આવ્યું નથી, ત્યારે હાર્દિક મીડિયામાં આવીને વારંવાર નિવેદનો આપતા આજે કોંગ્રેસના પાર્ટી પ્રવક્તા મનીષ દોશીએ એક સૂચના આપી છે.
ગુજરાત કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ અને કોંગ્રેસ નેતાઓ વચ્ચે ચાલતા વિવાદનો મામલે કોંગ્રેસથી નારાજ હાર્દિક પટેલને પાર્ટી પ્રવક્તા મનીષ દોશીએ સલાહ આપીને જણાવ્યું છે કે હાર્દિક પટેલે પક્ષની મર્યાદામાં રહીને વાત કરવી જોઈએ. જાહેર માધ્યમોમાં વાત ન કરવા હાર્દિકને સૂચના અપાઈ છે.
કુંવરજી બાવળિયાએ કહ્યુ- સસ્પેન્ડ કરવાને લઈ અજીત પટેલે ભૂલ સ્વીકારી, અજીત પટેલનો ખુલાસો; ભૂલ સ્વીકારવાની વાત ખોટી
પ્રદેશ પ્રવક્તા ડો.મનીષ દોશીનું હાર્દિક પટેલ મામલે નિવેદન આપ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે, હાર્દિક પટેલને સૂચના અપાઈ છે કે માધ્યમોમાં વાત કરવાના બદલે પોતાની વાત પક્ષની મર્યાદામાં રહી ને કરવી જોઈએ. પ્રદેશ પ્રમુખ અને પ્રદેશ પ્રભારી પણ કહી ચુક્યા છે કે હાર્દિક પટેલની વર્તણુક યોગ્ય નથી. પક્ષના માળખામાં જવાબદારી ધરાવતા હોવા છતાં તેમના નિવેદનો યોગ્ય નથી.
ગુજરાતમાં આ શું થવા બેઠું છે? છેલ્લાં 5 મહિનામાં પાંચ વખત કરોડો રૂપિયાના ડ્રગ્સ મામલે મોટો ખુલાસો
મહત્વનું છે કે, મેં પક્ષને ઘણું આપ્યું છે. પક્ષે મને કશું નથી આપ્યું એવા હાર્દિક પટેલના નિવેદન મામલે મનીષ દોશીએ આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, કોઈ વ્યક્તિ નહિ પરંતુ પક્ષ મોટો હોય છે, પક્ષે ખૂબ ઓછા સમયમાં તેઓને ઘણું આપ્યું છે. તેઓએ તેમને અપાયેલી જવાબદારી નિભાવવી જોઈએ. જે લોકો પોતાના અંગત હિત માટે તકવાદી રાજકારણ કરીને સત્તાધારી પક્ષમાં જોડાય તો તેઓની સ્થિતિ શું થાય છે એ આપણે જોયુ જ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube