સુરત: હાર્દિક પટેલના પૂતળાનું દહન, સમાજનો ગદ્દારના પોસ્ટર લાગ્યા
કોંગ્રેસમાં જોડાયા બાદથી પાટીદાર નેતા હાર્દિક પટેલનો ગુજરાત ભરમાં વિરોધ થઇ રહ્યો છે. સૌથી પાટીદારોની વસ્તી ધરાવતા સુરતના વરાછા વિસ્તારમાં હાર્દિક પટેલના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સમાજના ગદ્દાર હોવાના નારા પણ લાગ્યા હતા.
ચેતન પટેલ/સુરત: કોંગ્રેસમાં જોડાયા બાદથી પાટીદાર નેતા હાર્દિક પટેલનો ગુજરાત ભરમાં વિરોધ થઇ રહ્યો છે. સૌથી પાટીદારોની વસ્તી ધરાવતા સુરતના વરાછા વિસ્તારમાં હાર્દિક પટેલના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સમાજના ગદ્દાર હોવાના નારા પણ લાગ્યા હતા.
મળી રહેલી માહિતી અનુસારા સુરતના વરાછા વિસ્તારમાં હીરાબાગ ખાતે હાર્દિક પટેલના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. તો પૂતળા દહન દરમિયાન એકઠા થયેલા લોકો દ્વારા ગદ્દાર હોવાના નારા પણ લગાવવામાં આવ્યા હતા.
ઇવીએમ સાચવણીના વેરહાઉસ પાછળ 100 કરોડનો ખર્ચ, પણ નિર્માણ હજી બાકી
સોમવારે પણ હાર્દિક પટેલના રાજકારણના પ્રવેશનો વિરોધ કરવાના હેતુથી પાટીદાર સમાજના યુવાનોએ ગાંધીનગર તથા અમદાવાદમાં હાર્દિક પટેલના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. બીજી બાજુ સોશિયલ મીડિયામાં પણ હાર્દિકના પૂતળા દહનના કાર્યક્રમની પત્રિકાઓ પણ વાઇરલ રહી છે.