ચૂંટણીની તારીખો જાહેર થતા જ હાર્દિકે ટ્વિટર પર કરી જાહેરાત, 12 માર્ચે કરશે મોટો ધમાકો
આજે ચૂંટણીપંચ દ્વારા દેશમાં લોકસભાની અને ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે
અમદાવાદ : આજે ચૂંટણીપંચ દ્વારા દેશમાં લોકસભાની અને ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચની તરફથી લોકસભા ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતા પાસેથી સમર્થન માંગવાની શરૂઆત કરી દીધી છે. વડાપ્રધાન મોદીએ સતત અનેક ટ્વીટ કરીને એકવાર ફરીથી મોદી સરકારને પસંદ કરવા માટેની અપીલ કરી. તેમણે ટ્વીટ કર્યું કે, બધાનો સાથ અને બધાનો વિકાસની નીતિ હેઠળ ચાલનારી એનડીએને તમારા આશિર્વાદની જરૂર છે.
જોકે આની સાથેસાથે પાટીદાર નેતા હાર્દિક પટેલે ચૂંટણીની તારીખો જાહેર થતા જ ટ્વીટ કરીને પોતાના મોટા આયોજનની જાહેરાત કરી દીધી છે. આજે ટ્વીટ કરીને હાર્દિકે જણાવ્યું છે કે તે 12 માર્ચે સત્તાવાર રીતે રાહુલ ગાંધી અને બીજા નેતાઓની હાજરીમાં કોંગ્રેસમાં જોડાઈ જશે.
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...