અમદાવાદ : ખેડૂતોના દેવા માફી અને પાટીદાર સમાજને અનામતની માંગ સાથે છેલ્લા 12 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠેલ હાર્દિક પટેલ 12મા દિવસે પણ મક્કમ છે. આજે પણ દિલમાં આંદોલનની જ્યોત સાથે ઇન્કલાબનો નારો લગાવ્યો છે. હાર્દિક પટેલે પોતાના ઓફિસિયલ ફેસબુક એકાઉન્ટ પર ખેડૂતોના દેવા માફીની માંગ સાથે ઇન્કલાબનો નારો લગાવ્યો છે. તેણે કહ્યું કે મારો મકસત છે કે તમારા દિલમાં નહીં તો કંઇ નહીં પરંતુ અમારા દિલમાં જ સહી પરંતુ ઇન્કલાબની આગની જ્યોત સળગતી રહેવી જોઇએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપ શાસિત ગુજરાતની સરકાર સામે યુધ્ધે ચડેલા હાર્દિક પટેલે ઇન્કલાબનો ઇશારો કોના તરફે કર્યો છે એ સ્પષ્ટ છે. હાર્દિક પટેલે ફેસબુક પર લખ્યું છે કે,  ખેડૂતોના દેવા માફી અને અનામત મુદ્દે ચાલી રહેલા ઉપવાસ આંદોલનની આગ સમગ્ર પ્રદેશમાં સળગી રહી છે. ગામ, તાલુકા અને જિલ્લાના ખેડૂતો અને સમાજના લોકો રસ્તા પર ઉતરી રહ્યા છે. દરેક ગામમાં ઉપવાસ આંદોલન ચાલી રહ્યા છે. અમારો હેતું એક જ છે કે, તમારા દિલમાં નહીં પરંતુ અમારા દિલમાં જ સહી પરંતુ ઇન્કલાબની આગ સળગતી રહેવી જોઇએ. 


હાર્દિક પટેલે આજે શિક્ષક દિવસે દેશવાસીઓ અને ખાસ કરીને શિક્ષકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. તેણે લખ્યું કે, વૈદિકકાળથી જ ભારત જ્ઞાનની દ્રષ્ટિએ સમગ્ર વિશ્વમાં મોખરે રહ્યું છે. આજે જરૂરી છે કે શિક્ષકો વિદ્યાર્થીઓને સારૂ શિક્ષણ આપે અને એમાં રાષ્ટ્રીય ભાવના, સામાજિક સમરસતાના ગુણો વિકસે. 



અહીં નોંધનિય છે કે, ગત 25 ઓગસ્ટથી પોતાના અમદાવાદ બોપલ હાઇવે નજીક આવેલા પોતાના નિવાસ સ્થાને હાર્દિક પટેલ આમરણાંત ઉપવાસ પર બેઠો છે. અન્નનો ત્યાગ કર્યો હોવાથી ધીરે ધીરે તબિયત નરમ પડી રહી હોવા છતાં હાર્દિક પોતાના ઉપવાસ માટે મક્કમ છે. મંગળવારે ભાજપના બે દિગ્ગજ નેતાઓ શત્રુધ્ન સિંહા અને યશવંત સિંહાએ પણ મુલાકાત લીધી હતી અને હાર્દિક પટેલ સાથે વિવિધ મુદ્દે ચર્ચાઓ કરી હતી.