અમદાવાદ: રાજદ્રોહના ગુનામાં કોર્ટમાં મુદ્દતોમાં હાજર ન રહેનારા હાર્દિકની ધરપકડ બાદ તેનો જામીન પર છૂટકારો થયો છે. જોકે, હાર્દિક જેલમાંથી છૂટીને હજુ સુધી ઘરે ના આવ્યો હોવાનો તેની પત્ની કિંજલ પટેલે દાવો કર્યો છે. એક ટ્વીટમાં કિંજલ પટેલે જણાવ્યું છે કે, હાર્દિક હજુ સુધી ઘરે નથી આવ્યો. બીજી તરફ, ક્રાઈમ બ્રાંચના માણસો ઘરે આવીને હાર્દિક ક્યાં છે તેવા સવાલ કરે છે, અને ઘરમાં શોધખોળ કરી જતા રહે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જે કોઈ નથી કહી શકતું અમિત શાહ માટે એ કહી દીધું વિરજી ઠુંમરે, માર્યો મોટો ચાબખો


નોંધનીય છે કે હાર્દિકે પણ 24 જાન્યુઆરીથી કોઈ ટ્વીટ નથી કર્યું. તેણે છેલ્લે જે ટ્વીટ કર્યું હતું તેમાં રાજ્ય સરકાર પર નિશાન તાકતા કહ્યું હતું કે, અઠવાડિયું જેલમાં રહ્યા બાદ હવે સરકારી તાનાશાહીની હિરાસતમાંથી મુક્ત થયો છું. તેણે એવો સવાલ પણ કર્યો હતો કે તેનો ગુનો શું છે? 24 જાન્યુઆરીએ કરેલી ટ્વીટમાં હાર્દિકે કહ્યું હતું કે તેને ડરાવવા માટે તમામ શક્તિઓનો ઉપયોગ કરી ચૂકી છે. હાર્દિક સામે રાજદ્રોહ, રાષ્ટ્રધ્વજનું અપમાન, જાહેરનામાનો ભંગ, મંજૂરી વિના રેલી કરવી સહિતના ઢગલાબંધ કેસ ચાલી રહ્યા છે. હાર્દિકે તેની સામેના ત્રણ કેસોમાં જામીનની શરતોનો ભંગ કર્યો હોવાની સરકારે કોર્ટમાં અરજી કર્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. થોડો સમય જેલમાં રહ્યા બાદ હાર્દિક જામીન પર ફરી મુક્ત થયો હતો. જોકે, જેલમાંથી છૂટ્યા બાદ તે એક અઠવાડિયાથી ઘરે ન આવ્યાનો તેની પત્નીએ દાવો કરતા નવો વિવાદ ઉભો થયો છે.


બહાર આવી ખુશખુશાલ દેખાતા સેલિબ્રિટી પતિ-પત્નીના લગ્નજીવનની ગંદકી, જાણીને લાગશે આંચકો


કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલે મંગળવારે જ તેની સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસ સંદર્ભે આગોતરા જામીન અરજી કરી હતી. 2015માં જીએમડીસી ગ્રાઉન્ડમાં હાર્દિકે કરેલી રેલી દરમિયાન થયેલી હિંસા સંદર્ભે તેની સામે આ FIR કરવામાં આવી હતી. આ સિવાય વર્ષ 2016ના પાટીદાર અનામત આંદોલન સમયના મામલામાં હાર્દિકની ધરપકડ કરાઈ હતી. આ દરમિયાન હાર્દિક પટેલ, કેતન પટેલ, દિનેશ બાંભણિયા અને ચિરાગ પટેલ વિરુદ્ધ રાજદ્રોહનો ગુનો નોંધાયો હતો. આ કેસ હાલ સેશન્સ કોર્ટમાં ચાલે છે. ત્યારે કોર્ટમાં વારંવાર હાજર ન રહેતા તેની ધરપડક કરવામાં આવી હતી. મુદતમાં હાજર ન રહેતા હાર્દિક પટેલ સામે એડિ.સેશન્સ જજ બી.જે.ગણાત્રાએ ધરપકડ વોરંટ કાઢ્યું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...